સવારે પાણી પીવું કેટલું જરૂરી છે?

સવારે પાણી પીવું કેટલું જરૂરી છે?

શરીર માટે સૌથી જરૂરી છે ભરપૂર માત્રામાં પાણી પીવું. ખાસ કરીને જો તમે તમારું વજન ઓછો કરવાનું વિચારી રહ્યા છો તો પાણી વધુ જરૂરી થઇ જાય છે.

સવારે ઊઠીને સૌથી પહેલા પાણી પીવાના ફાયદા તમે ખૂબ જ સાંભળ્યા છે. વેઈટ લોસ એટલે કે વજન ઉતારવા માટે કહેવામાં આવે છે કે સવારે સૌથી પહેલા ગરમ પાણી પીવો. શું તમે જાણો છો કે સવારે પાણી પીવાથી ખરેખર વજન ઓછું કરવામાં ફાયદો થાય છે કે નહીં.

કહેવામાં આવે છે કે પાણી પીવાથી કેલરી ઇન્ટેક ઘટી જાય છે કેમકે તેનાથી તમારું પેટ ભરેલું રહે છે. પરંતુ આ સંપૂર્ણ રીતે શક્ય નથી. યુવાઓ માટે એટલું ફાયદાકારક નથી. હા પરંતુ તે તમને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે.

આપણા શરીર માટે નુકસાનકારક તત્વને હટાવવાનું કામ કિડનીનું છે. પાણી થી કિડની ને સારી રીતે કામ કરવામાં મદદ જરૂર મળે છે પરંતુ તેમનું પાણી પીવાના સમય સાથે કોઈ પણ સંબંધ નથી.

સવારે યુરિનનો કલર ડાર્ક હેલ્લો હોવાના કારણથી લોકોને લાગે છે કે તેમની બોડી ડિહાઇડ્રેટ થઈ ગઈ છે અને સવારે પાણી પીવું જરૂરી છે. કહી દઈએ કે યુરિન નો કલર હાઇડ્રેશન નું પ્રમાણ નથી. વધુ કોન્સન્ટ્રેટ હોવાના કારણે પણ સવારે યુરીન ડાર્ક હોય છે.

તે નક્કી નથી કે સવારે સૌથી પહેલા પાણી પીવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે કે નહીં. પરંતુ જો તમે સવારે પાણી પીવાની આદત છે તો તેમાં કોઈ ખરાબ વાત નથી. જો તમે સવારે પાણી નથી પીતા તો પણ ઠીક છે અને તમારે જરૂર જે દિવસભરમાં પોતાને હાઇડ્રેટેડ રાખવા દિવસમાં બે લીટર પાણી પીવું તમારા માટે ખૂબ જ જરૂરી છે.

નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સર્વ સામાન્ય છે. કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તમારા ડોક્ટર અથવા તો જાણકાર ની સલાહ લેવી જરૂરી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *