‘ગુમ હૈ’ ના વિરાટ-પાંખીના લગ્નને થયા 2 દિવસ, શેયર કરી બેડરૂમ ની તસવીરો

ટીવી સીરિયલ ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ ના લીડ એક્ટર નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા હાલમાં જ વાસ્તવિક જીવનમાં પતિ-પત્ની બન્યા છે.

બંને શોમાં ભાઈ-ભાભીની ભૂમિકા ભજવે છે. પરંતુ હવે બંનેએ પોતાના પ્રેમને લગ્નના બંધનમાં બાંધી લીધો છે. બંનેના નજીકના મિત્રોની સાથે ફેન્સ પણ આ લગ્નથી ખૂબ જ ખુશ છે. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. પરંતુ આ દરમિયાન બંને સ્ટાર્સે પોતાના બેડરૂમના ફોટા શેર કરીને તહેલકો મચાવી દીધો છે.

નીલ-ઐશ્વર્યા એકબીજાની બાહોમાં ખોવાઈ ગયા

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sharma Bhatt (@aisharma812)

આ તસવીરોમાં નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા બંને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. બંનેએ આ તસવીરો પોતપોતાની વોલ પર શેર કરી છે. આ તસવીરોમાં બંને એકબીજાની બાહોમાં જોવા મળે છે. બંને બેડ પર બેસીને આડા પડીને આ પોઝ આપી રહ્યા છે. જુઓ આ તસવીરો…

કોજી થયા પાખી-વિરાટ

આ તસવીરોમાં આપણે જોઈ શકીએ છીએ કે નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. બંને એકબીજા સાથે કોઝી થઈ રહ્યા છે. ઐશ્વર્યાએ મરૂન સ્વેટર સાથે બ્લુ જીન્સ પહેર્યું છે, જ્યારે નીલ ઓફ-વ્હાઈટ સ્વેટર સાથે બ્લુ જીન્સમાં જોવા મળી રહ્યો છે. એવું લાગે છે કે બંનેને તેમના જીવનની સૌથી મોટી મંજિલ મળી ગઈ છે અને હવે બંને હળવાશ અનુભવી રહ્યા છે.

રેખા નીલ અને ઐશ્વર્યાના રિસેપ્શનમાં પહોંચી હતી

હાલમાં જ નાના પડદા પરના સૌથી પ્રિય શોમાંના એક ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ ના મુખ્ય કલાકારો નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. 30 નવેમ્બરના રોજ, તેણે પરિવાર અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં ઉજ્જૈનમાં સાત ફેરા લીધા. ગુરુવારે બંને રિસેપ્શન પાર્ટી પણ આપી છે. જેમાં બોલિવૂડની દિગજ્જ અભિનેત્રી રેખા પણ જોડાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *