AIIMSના ડાયરેક્ટરનો મોટો ખુલાસો, આ રીતે પણ વધી શકે છે કોરોના નો ખતરો



દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન બાદ પણ કોરોના વાયરસ તેની વ્યાપક અસર બતાવી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધતી જઇ રહી છે કોરોના સંકટ વચ્ચે લોકોના મનમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે. દિલ્હી સ્થિત AIIMSના ડાયરેક્ટર ડોક્ટરે કેટલાક સવાલના જવાબ આપ્યા છે. તેમાથી એક સવાલ છે કે કાર કે ઘરમાં AC ચલાવવાથી શું ખરેખર કોરાના સંક્રમણ વધી શકે છે.


શું AC ચાલુ કરવાથી ફેલાય છે કોરોના ?

ડોક્ટરે જણાવ્યું કે AC ચલાવાવથી ખતરો ત્યારે થઇ શકે છે જ્યારે ક્રોસ વેંટિલેશન હોય, જો તમારા ઘરમાં વિન્ડો એસી લગાવો છો તો તમારા રૂમમાંથી હવા તે રૂમ સુધી જ રહેશે. જેથી વિન્ડો એસી કે કારમાં એસી ચાલું કરવાથી કોઇ સમસ્યા નથી પરંતુ સેંટ્રલ એસીથી સંક્રમણનો ખતરો ફેલાય શકે છે.

ખરેખર સેંટ્રલ એસીથી હવા દરેક રૂમમાં જાય છે અને જો કોઇ અન્ય રૂમમાં કે ઓફિસમાં કોઇ અન્ય ભાગમાં કોઇ વ્યક્તિને ઉધરસ આવી રહી છે અને તેને ઇન્ફેક્શન છે તો તે એસીની હવાથી અન્ય રૂમમાં પણ ફેલાય શકે છે. ડોક્ટરે જણાવ્યું કે જો વિન્ડો એસી છે અને ઘરના કે એસીના એક રૂમમાં છે તો એસી ચાલું કરવામાં ડરવાની જરૂર નથી.


સેન્ટ્રલ એસીથી સંક્રમણ ફેલાવવાનો ખતરો થઇ શકે છે. ડોક્ટરે જણાવ્યું કે ઘણી હોસ્પિટલોમાં જ્યાં કોરોના દર્દી દાખલ થઇ રહ્યા છે ત્યાં લોકોને સેન્ટ્રલ એસી બંધ કરી હવે વિન્ડો એસી લગાવી રહ્યા છે. જેમ જેમ ગરમી વધશે ડોક્ટરો માટે કોરોના દર્દીઓનો ઇલાજ કરવો વધારે મુશ્કેલ થઇ જશે.

કોરોનાના દર્દીઓનો ઇલાજ કરનાર દરેક ડોક્ટર અને હેલ્થ કેર વર્કર પીપીઇ કિટ પહેરે છે, ગરમીમાં તેને પહેરીને એસી વગર દર્દીઓને જોવામાં મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. જેથી વિન્ડો એસી લગાવવા જરૂરી છે.

Post a comment

0 Comments