દિવસ-રાત ફરજ નિભાવી રહેલી પોલીસ કર્મી માટે આ મહિલા લાવી કોલ્ડ્રીંકસ ની બોટલ, જયારે પૂછવા માં આવ્યું કે તે કેટલા કમાય છે તો જવાબ મળ્યો ભાવુક કરે તેવો


લોકડાઉનમાં દરેક વ્યક્તિઓ પોતાના ઘરોમાં બંધ છે અને પોલીસકર્મીઓ દેશવાસીઓની સુરક્ષા માટે આકરા તડકામાં રસ્તા પર પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કોરોના મહામારીને હરાવવા સતત કાર્યરત રહેતા આ પોલીસના જવાનો માટે આંધ્રપ્રદેશની મહિલા જે સ્કૂલમાં પ્યુનનું કામ કરે છે તેણે આ પોલીસકર્મીઓને કોલ્ડ્રીંક્સની 2 બોટલ્સ ખરીદીને આપી.


આ મહિલાએ તડકામાં ડ્યૂટી કરનારા પોલીસને માટે કોલ્ડ્રિંક્સની 2 બોટલ ખરીદી અને તેમને આપી. પોલીસવાળાઓએ તેને પૂછ્યું કે તે શું કામ કરે છે અને કેટલા રૂપિયા કમાય છે તો તેણે જે જવાબ આપ્યો તે સાંભળીને સૌ કોઈ હેરાન છે.

પોલીસવાળાઓએ સૌ પહેલાં તો મહિલાનો આભાર માન્યો. આ સાથે જ તેઓએ મહિલાના બાળકો માટે 2 કોલ્ડ્રિંક્સની બોટલ ખરીદીને આપી. મહિલા મહિને લગભગ 3500 રૂપિયા કમાય છે. તેણે પોતાના રૂપિયાની ચિંતા કર્યા વિના પોલીસને મદદ કરવા માટે હાથ આગળ વધાર્યો. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


ડીજીપીએ કરાવી તપાસ

જ્યારે આ વીડિયો આંધ્રના ડીજીપી ગૌતમ સવાંગે જોયો તો તેઓએ તરત જ આ મહિલાની શોધ કરી. તેઓએ વીડિયો કોલથી તેની સાથે વાત કરી અને તેના ધન્યવાદ કર્યા, ડીડીપીએ કહ્યું કે પોલીસ માટે તમે જે મમતા દેખાડી છે તે દિલને સ્પર્શી જાય તેવી છે. તેઓએ મહિલાને સેલ્યુટ કર્યું અને સાથે હાજર દરેક પોલીસકર્મીએ તાળીઓ વગાડીને આભાર માન્યો.

Post a comment

0 Comments