વગર ચપ્પલે જતા શ્રમજીવી માટે પોલીસે ચપ્પલ ની વ્યવસ્થા કરી, આ રીતે દેખાડી માનવતા


કોરોનાના સંકટ સમયે પોલીસનો માનવતાવાદી અભિગમ લોકો જોઇ રહ્યા છે. માંડવીમાં એક અલગ જ માનવીય અભિગમ બહાર આવ્યો હતો. માંડવીના પીઆઇ બી.એમ. ચૌધરી પેટ્રોલીંગમાં હતાં. ત્યારે ધોમ ધખતા તાપમાં એક એક વૃદ્ધ શ્રમજીવી ચપ્પલ વગર હાથલારી લઇને જતા હતાં. તપાસ કરતા આ વૃદ્ધના ચપ્પલ તુટી ગયા હતાં અને દુકાનો બંધ હોવાથી હાલ નવી લઇ શકાઇ ન હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે પોલીસે તેના માટે ચપ્પલની ન માત્ર વ્યવસ્થા કરાવી પરંતુ જાતે પહેરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ કામગીરીની નોંધ ખૂદ એસપીએ લીધી હતી. અને ટ્વિટર કરી કામગીરી બિરદાવી હતી.

Post a comment

0 Comments