પિતા નો છાંયડો ગુમાવ્યા બાદ સંઘર્ષ કરીને ભાઈ-બહેન પોલીસ માં જોડાયા, હાલ લોકડાઉન માં કરી રહ્યા છે લોકો ની સેવાહાલ દેશ માં લોકડાઉન ને વધારી દેવામાં આવ્યું છે. દેશભરમાં એકતરફ કોરોના મહામારીનું સંક્રમણ ચાલી રહ્યું છે અને પોલીસ તેમજ આરોગ્ય કર્મીઓ પોતાના જાનની પરવા કર્યા વગર દિવસરાત આપના બધાની સુરક્ષા માટે રસ્તાઓ તેમજ ગલીઓમાં પહેરો ભરી રહ્યા છે.

ગુજરાત પોલીસમાં એવા કર્મચારીઓ છે કે જેઓ ગમે તેવી પરિસ્થિતિમાં ફરજને પ્રાથમિકતા આપે છે. એવા બ્રાહ્મણ સમાજની એવી બે બહેન અને એક ભાઈની વાત કરીશું નાનપણ માંજ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ ભારે સંઘર્ષ કરીને ભણતર પૂરું કરીને પોલીસ તંત્રમાં નોકરી મેળવીને ગર્વભેર કામ કરી રહી છે.


આજે જ્યારે લોક ડાઉન સમયે પોતાની માતાને એકલી મૂકીને ફરજ બજાવવા માટે કટિબદ્ધ થઈ છે. એક બહેન દેવાંગી પંડ્યા પીએસઆઈ વડોદરામાં ચાંદોદ પોલીસ સ્ટેશનમાં છે જ્યારે બીજી બહેન એએસઆઈ ઉર્વશી પંડ્યા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છે અને એક ભાઈ કોન્સ્ટેબલ નીકુંજ પંડ્યા હેડ ક્વાટર અમદાવાદ તરીકે કામ કરે છે.

આજે લોક ડાઉનના સમયમાં લોકોને કોરોના સંક્રમણમાંથી બચાવવા માટે લોકોને ઘર બહાર ન નીકળવા માટે આ દીકરીઓ સમજાવી રહી છે ગર્વ છે આવી ગુજરાતની દીકરીઓ પર અને તેમની માતા પર જેઓ એ આ દીકરીઓ ને પેટે પાટા બાંધી ભણાવી ગણાવી આ મુકામે પહોંચાડ્યા.

Post a comment

0 Comments