SVP હોસ્પિટલમાં અપાય છે આવી સુવિધાઓ, વલય શાહે દર્દીને અપાતી સારવાર અને સગવડોની વિગતો કરી શેયર



શહેરની SVP હોસ્પિટલમાં કોરોના પોઝિટિવની સારવાર લઈને સાજા થઈને આવેલા વલય શાહ એ  ડો. સુભાષ બંસલ અને હોસ્પિટલનો આભાર માનતો મેસેજ ટ્વિટ કર્યો હતો. જેમાં વલય શાહે કહ્યું હતું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે સરકારી હોસ્પિટલમાં આટલી બધી લક્ઝુરિયસ સગવડો પણ આપવા આવે છે.

અપાતી સગવડ

વલય શાહે પોતે કોરોના પોઝિટિવના દર્દી હોવા છતાં હોસ્પિટલ દ્વારા સારવારની સાથે અપાયેલી સગવડોની વિગતો આપી હતી. તે મુજબ દર્દી દાખલ થાય એટલે એને એક કીટ આપવામાં આવે છે, જેમાં એક ડોલ અને મગની સાથે ટૂથ બ્રશ, ટૂથ પેસ્ટ, શેમ્પુ, કન્ડિશનર, સાવર જેલ, બોડી લોશન, રેઝર, સેવિંગ જેલ , કાંસકો અને ડિસ્પોઝેબલ સ્લિપર આપવામાં આવે છે.

વલય શાહે હોસ્પિટલનું ડેઈલી ડાયેટ શેર કર્યુ

6:30 વાગે ચા બિસ્કીટ,
9.00 વાગ્યે બ્રેકફાસ્ટ ,(જેમાં ઢોકળા પૌઆ ,ઈડલી સંભાર અથવા ઉપમા
11.00 વાગ્યે મગનું ગરમ પાણી ,
1.00 વાગ્યે સ્વીટ સાથેનો લંચ,
3:00 કેળા ,
4.00 વાગ્યે ચા અને બિસ્કીટ,
5:00 સેન્ડવીચ ,
6.00 વાગ્યે તુવેરદાળ નું ગરમ પાણી,
6:30 લીંબુપાણી
08:00 હેલ્ધી ડિનર
11.00 વાગ્યે ચા અને બિસ્કીટ


હોસ્પિટલની સુવિધાથી અભિભૂત

દર્દીને રોજ નવા કપડા અને બેડશીટ પણ રોજ બદલવામાં આવે છે, બાથરૂમમાં નહાવા માટે વોટર હીટર, દર્દીના બેડ પાસે જ મોબાઈલ ચાર્જનો પોઇન્ટની સાથે 24 કલાક નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો હાજર જ હોય છે, વલયનું કહેવું છે કે સરકારી હોસ્પિટલમાં આવી લક્ઝુરિયસ સુવિધાઓ મેં ક્યારેય વિચારી ન હતી જેથી હું ગુજરાત સરકારનો આભાર માનું છું.

Post a comment

0 Comments