ગુજરાત સરકાર દ્વારા એક જિલ્લા માંથી બીજા જિલ્લા માં જવા માટે કરી અગત્યની જાહેરાત? વાંચો વિગતે


ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે લોકડાઉન-4 લઈને વેપાર ધંધા ઉપરાંત ઘણી બધી બીજી છૂટછાટ આપી છે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ સિવાય તમામ જિલ્લામાં એસટી બસો શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં માં જવા માટે ખૂબ જ મોટી અગત્યની જાહેરાત કરવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકાર સાથેની વાતચીતમાં માહિતી આપી હતી કે રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પાસ ની જરૂર નથી. કેન્ટેનમેન્ટ ઝોન સિવાય કોઈપણ નાગરિક વગર પાસે અન્ય જિલ્લામાં જઈ શકશે. ત્યારે હવે લોકોને ગુજરાતમાં પાસ વગર પરિવહન કરવાની છૂટ મળી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ અને સુરત સિવાય રિક્ષામાં મુસાફરી ને પણ પરવાનગી આપી છે. જોકે રિક્ષા ડ્રાઇવર ઉપરાંત બે અન્ય લોકો મુસાફરી કરી શકશે આ ઉપરાંત કેબ સર્વિસને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં ડ્રાઈવર ઉપરાંત બે લોકો મુસાફરી કરી શકશે.

આ સિવાય ટુ-વ્હીલર માં એક વ્યક્તિને મંજૂરી આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી રૂપાણીએ એમ પણ જણાવ્યું હતું કે હાલ કન્ટેન્ટમેન્ટ ઝોન મા છૂટછાટ આપવામાં આવી છે તે કેસો વધવા લાગશે તો તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.

Post a comment

0 Comments