બાળપણ માં ખુબજ નોટી હતી એશ્વર્યા રાય, સામે આવી બાળપણ ની આ ખાસ તસ્વીરો


સામાન્ય લોકોની જેમ જ સેલિબ્રિટી પણ પોતાના ઘરમાં ફેમિલી સાથે સમય પસાર કરી રહ્યા છે. એવામાં સેલિબ્રિટી સાથે જોડાયેલા ઘણા કિસ્સા અને કહાની, ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહ્યા છે. આ વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચનની બાળપણની તસવીરો વાયરલ થઇ રહી છે. જેમાં તે પોતાના મોટાભાઈ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. ફોટોમાં જોઈને કહી શકયા છીએ કે એશ્વર્યા બાળપણમાં ખૂબ જ નોટી હતી. હાલ લોકડાઉન માં એશ્વર્યા ઘરે જ ફેમિલી સાથે પોતાનો સમય પસાર કરી રહી છે.


સામે આવેલી ફોટોમાં એશ્વર્યા ખૂબ જ ક્યૂટ નજર આવી રહી છે. તે ક્યારેક ભાઈ ને જોતા અને ક્યારેક તાળી વગાડતા નજરે આવી રહી છે. એશ્વર્યા અને તેમના ભાઈ આદિત્ય ની વચ્ચે ઘણો સારો બોન્ડિંગ રહ્યો છે.


એ ફક્ત તારી એક્ટ્રેસ ની સાથે એક ટ્રેન્ડ ક્લાસિકલ ડાન્સર પણ છે.1973માં મેંગલુરુ માં જન્મેલી એશ્વર્યા એ ફિલ્મોમાંજ નહિ પરંતુ મોડેલિંગની દુનિયા માં પણ સફળતા મેળવી છે. એશ્વર્યા ના પિતા કૃષ્ણ રાજ બાયોલોજિસ્ટ હતા. તેમની માતાનું નામ વૃંદા રાય અને ભાઇનું નામ આદિત્ય રાય છે.


એશ્વર્યા એ 1991માં સુપરમોડેલ કોન્ટેક્ટ જીત્યો હતો. ફંડ દ્વારા ઓર્ગેનાઈઝ આ કોન્ટેસ્ટ ને જીત્યા પછી તેમણે વોગ મેગેઝિનના અમેરિકન એડિશનમાં જગ્યા મળી હતી. 1993માં આમિર ખાનની સાથે તે એડમાં નજર આવી હતી. તેમણે 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો.


સાઉથની ફિલ્મ ઈરુવર (1997) થી એક્ટિંગના કરિયરની શરૂઆત કરી હતી. જેને મણિરત્નમ એ નિર્દેશિત કરી હતી. તેમની પહેલી બોલિવૂડ ફિલ્મ ઓર પ્યાર હો ગયા (1999) છે આ ફિલ્મ ના ડાયરેક્ટર રાહુલ રવેલ હતા.

એશ્વર્યા ને સંજય લીલા ભંસાલીની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' (1999) થી ઓળખાણ મળી. તેમણે દેવદાસ, ધૂમ 2, ઉમરાવજાન, ગુરુ, સરકાર, રાજા, હમારા દિલ આપકે પાસ હે, મોહબતે, તાલ, આ અબ લોટ ચલે, જોધા અકબર સહીત અન્ય ફિલ્મોમાં અભિનય કર્યો છે.


ગુરુની શૂટિંગ દરમિયાન અભિષેક બચ્ચન એ ઐશ્વર્યા ને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. 2007માં બંનેના લગ્ન થયા અને તે બચ્ચન પરિવારની વહુ બની તેમની એક દિકરી છે જેમનું નામ આરાધ્યા છે.

Post a comment

0 Comments