પત્ની એ એવા કારણથી પતિ ને આપ્યો ડાયવોર્સ કે તમે પણ રહી જશો ચકીત


સામાન્ય રીતે કપલ લગ્નના થોડા સમય બાદ ફેમિલી પ્લાનિંગ વિશે વિચારે છે. દંપતિ તેમની આર્થિક સ્થિતિ મુજબ નક્કી કરે છે કે તે કેટલા બાળકોને જન્મ આપશે પરંતુ કેટલીક વખત જેવું વિચારીને પ્લાનિંગ કરે પણ તેવું બનતું નથી હોતું. આજે અમે આપને જે કપલની વાત કરી રહ્યાં છીએ. તેમની સાથે પણ કંઇક આવુ જ થયું હતું. આ કપલને પહેલાથી ત્રણ બાળકો હતા. પતિ પત્નીએ વધુ એક બાળક માટે પ્લાનિંગ કર્યું હતું પરંતુ 9 મહિના બાદ પત્નીએ એક નહીં પરંતુ એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યો. ત્યારબાદ કપલની જિંદગી પહેલા જેવી ના રહી. થોડા વર્ષો બાદ વધુ બાળકોથી કંટાળીને પતિએ પત્નીને ડિવોર્સ આપી દીધા.

સામાન્ય રીતે મહિલાઓ બાળકની ઇચ્છા પૂર્ણ ના થતાં દુ:ખી હોય તેવા આ કિસ્સા તો સમાજમાં અનેક જોવા મળે છે પરંતુ માતા વધુ બાળકોના કારણે પરેશાન હોય તેવું બહુ ઓછું જોવા મળે છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરની છે. અહીં વધુ સંતાનના કારણે માની જિંદગીમાં તણાવપૂર્ણ બની ગઈ. તણાવ એટલો વધ્યો કે તેની અસર પતિ પત્નીના સંબંધ પર થઈ અને આખરે પતિએ પત્નીને ડિવોર્સ આપી દીધાં.


પર્થમાં રહેતી આ મહિલા પહેલાથી જ ત્રણ બાળકોની માતા હતી. બંનેને એક વધુ બાળકની ઇચ્છા હતી. જોકે તે જ્યારે ચોથી વખત પ્રેગ્નન્ટ થઇ તો જાણવા મળ્યું કે તેમના ગર્ભમાં એક કે બે નહીં પરંતુ પાંચ બાળકો છે. આ જાણીને કપલ ચિંતાથી ઘેરાઇ ગયું.

ઓસ્ટ્રેલિયા પર્થ શહેરમાં રહેતી આ મહિલાનું નામ કિમ ટુકી છે. તે 31 વર્ષની છે. તેમને કુલ 8 બાળકો છે. કિમને પહેલા લગ્નથી એક બાળક હતું. ત્યારબાદ બીજા લગ્ન કર્યાં અને તેનાથી અન્ય બે બાળકોને જન્મ આપ્યો. ત્યારબાદ દંપતિને અન્ય એક બાળકની ઇચ્છા થઇ.જોકે પ્રેગ્નન્સી દરમિયાન જાણવા મળ્યું કે, તેમના ગર્ભમાં એક નહીં પરંતુ પાંચ બાળકો છે. ઘરમાં કુલ 8 બાળકો હોવાથી તેમની મેરેજ લાઇફ પણ ડિસ્ટર્બ થઇ ગઇ. પતિ-પત્નીના સંબંધોમાં તણાવ વધી ગયો. ત્યારબાદ બંનેએ જુદા થવાનુંનક્કી કર્યું. કિમે જણાવ્યું કે, અમારી રિલેશનશિપ બહુ લાંબા સમયથી તણાવપૂર્ણ બની ગઇ હતી. આઠ બાળકોની જવાબદારી સંભાળવી એટલી સરળ નથી હોતી.

તેમણે જણાવ્યું કે, ડિવોર્સ પહેલાનો સમય ખૂબ જ તણાવમાં પસાર થયો. બંને એક જ ઘરમાં સાથે રહેતા હતા પરંતુ સાથે નહોતા. કિમ 19 વર્ષની હતી ત્યારે મા બની હતી. કિમે જણાવ્યું કે બાળકોનો ઉછેર એટલો સરળ નથી હોતો. તે એક સાથે મોટા થાય છે ત્યારે પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.


કિમે હવે પતિ સાથે ડિવોર્સ લઇ લીધા છે. તેમણે જણાવ્યું હતું કે આઠ બાળકોની માતા બન્યા બાદનો અમારી બંને વચ્ચેનો સમય ઘણો તણાવપૂર્ણ રહ્યો. કિમે તેના ઇન્સ્ટાગ્રામમાં લખ્યું છે કે, ‘હવે હું મારી ખુશીને પ્રાથમિકતા આપવા ઇચ્છુ છુ. અત્યાર સુધીના સમયે ઘણું શીખવ્યું.


તેમણે જણાવ્યું કે બાળકોના ઉછેર સાથે રિલેશનશિપ પણ મેન્ટેઇન કરવી સરળ નથી. ખાસ કરીને જ્યારે બાળકો મોટા થવા લાગે છે. ત્યારે મુશ્કેલીઓ પણ વધતી જાય છે. આ કારણથી અને અલગ થવાનું નક્કી કર્યું. જોકે આગળ પણ મારી જિદંગી અનિશ્ચિતતાથી ભરેલી જ છે.


કિમે જણાવ્યું કે, ” છેલ્લા કેટલાક સમયથી મેં મારી ખુશી પણ ધ્યાન જ નથી આપ્યું. હંમેશા સારી મા બનવાની જ કોશિશ કરતી રહી. કિમે વધુમાં જણાવ્યું કે, ડિવોર્સ બાદ પણ અમે બંને મળીને બાળકોનો ઉછેર કરીશું પરંતુ સાથે રહેવું શક્ય નથી. બાળકોના લાલન પાલનમાં પતિ અલગ રહીને પણ મદદ કરશે.

Post a comment

0 Comments