અમરેલી જિલ્લામાં કોરોના નો વધુ એક કેસ, મુંબઈ થી આવેલો પુરુષ કોરોના પોઝિટિવ


સમગ્ર દેશમાં કોરોના એ પોતાનો કહેર મચાવ્યો છે. આજે દેશમાં કોરોના નો આંકડો 1 લાખ 70 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 16 હજાર ની સાવ નજીક પહોંચી ગયો છે. ત્યારે છેલ્લે સુધી કોરોના સામે ટકી રહ્યો હતો તે અમરેલી જિલ્લામાં પણ ધીમે ધીમે કોરોના નો કહેર વધી રહ્યો છે. આજે અમરેલી જિલ્લામાં વધુ એક કોરોના નો કેસ નોંધાતા. કોરોના ના કેસો ની સંખ્યા અમરેલી જિલ્લામાં 9 પર પહોંચી ગઈ છે.

મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં મુંબઈ અને અન્ય કોરોનાગ્રસ્ત શહેરોમાંથી આવતાં લોકોએ મુશ્કેલી વધારી છે. આવા શહેરમાંથી આવતાં લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આવો જ એક કેસ અમરેલી જિલ્લામાં સામે આવ્યો છે. મુંબઈથી સ્પેશિયલ ટ્રેનમાં આવેલ પુરુષ ને કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમરેલી કલેકટર શ્રી આયુક ઓકે ટ્વીટ કરીને માહિતી આપી છે.

અમરેલી જિલ્લામાં આજે કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કેસની કુલ સંખ્યા 9 ઉપર પહોંચી છે. 2 દર્દી કોરોના સામે જંગ જીતીને ઘરે ગયા છે. આજે કોરોના પોઝિટિવ આવેલા 39 વર્ષીય દર્દી 23 મેના રોજ બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવ્યા બાદ સીધા કુંકાવાવ ક્વોરન્ટીન સેન્ટર ખાતે થોડા સમય માટે રાખવામાં આવ્યા હતા. તેઓ મૂળ કુંકાવાવના ભૂખલી-સાંથળીના વતની છે, તેઓને તાવ અને ઉધરસ જેવા લક્ષણો જણાતાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ આ દર્દીના સંપર્કમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આરોગ્ય વિભાગે દ્વારા જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 372 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 15,944 થઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 20 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 980 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 68 લોકો વેન્ટિલેટર પર છે તો 6287 લોકો સ્ટેબલ છે.

Post a comment

0 Comments