દેશના જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલાનું 90 વર્ષની વયે નિધન


હાલ સમગ્ર દેશમાં કોરોના એ પોતાનો કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ આંકડો સતત વધતો જઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોના ના લીધે મૃત્યુ નો આંકડો પણ સતત વધી રહ્યો છે. ત્યારે આજે દેશના જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાનું 90ની વયે એપોલો હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું છે.બેજાન દારૂવાલા છેલ્લા ઘણા સમયથી શ્વાસની બીમારીથી પીડાતા હતા. અને તેઓની હાલ સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલમાં બેજાન દારૂવાલાએ અંતિમ શ્વાસ લીધા હતા.


ત્યારે ગુજરાત ના મુખ્યમંત્રી એ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.આ અંગે બેજાન દારૂવાલાના પુત્ર નસ્તુર દારૂવાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પિતાનું ન્યૂમોનિયાના ઈન્ફેક્શન અને ઓક્સિજન ઓછો મળતો હોવાના કારણે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, બેજાન દારૂવાલાની અઠવાડીયા પહેલા તબિયત લથડતા તેઓને અમદાવાદ પાસે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જ્યાં ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા.


બેજાન દારૂવાલાનો જન્મ 11 જૂલાઈ 1931ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ અંગ્રેજીના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. બેજાન દારૂવાલાએ પીએમ મોદી ફરીથી વડાપ્રધાન બનશે તેવી આગાહી કરી હતી. સંજય ગાંધીની મોતની ભવિષ્યવાણીને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા. બેજનજી પારસી (ઝોરોસ્ટ્રીયન) પરિવારના હોવા છતાં, ભગવાન શ્રી ગણેશજીના પરમ ભક્ત હતા. પ્રેમાળ અને માયાળુ સ્વભાવના બેજનજીએ તેમના ક્ષતિરહિત ફળકથનોનાં કારણે અનેક પ્રશસ્તિઓ અને બહોળી પ્રસિદ્ધિ મેળવી હતી. બેજનજીની સિદ્ધિઓ અને સચોટ ફળકથનોને વ્યાપક પણે પ્રસંશા, સ્વીકૃતિ અને સન્માન મળ્યા હતા.


બેજાન દારૂવાલા માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વભરમાં અગ્રગણ્ય અને ખ્યાનામ જ્યોતિષી હતા. કોરોના મહામારીનું સંક્રમણ ભારત સહિત વિશ્વભરમાં ઝડપી બન્યું તે સમયે દારુવાલાએ આગાહી કરી હતી કે, કોરોના કપરો કાળ છે. દિવંગત બેજાન દારુવાલા ભગવાન ગણેશજીના ઉપાસક અને પરમ ભક્ત હતા. જ્યોતિષ ક્ષેત્રમાં તેમનું માર્ગદર્શન સચોટ ગણાતું હતું અને તેમને સંખ્યાબંધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળેલા છે.


ભારત નિર્માણ સંસ્થા દ્વારા તેમને 27 ઑગસ્ટ, 2000ના રોજ “એસ્ટ્રોલોજર ઓફ ધ મિલેનિયમ” પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ફેડરેશન ઓફ ઈન્ડિયન એસ્ટ્રોલોજર્સ દ્વારા તેમને વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સર્વોચ્ચ ઉપાધી – જ્યોતિષી મહાહોપાધ્યાય એનાયત કરવામાં આવી હતી. પ્રેમાળ અને માયાળુ સ્વભાવના બેજનજીએ તેમના ક્ષતિરહિત ફળકથનોનાં કારણે અનેક પ્રશસ્તિઓ અને બહોળી પ્રસિદ્ધિ મેળવી હતી.

Post a comment

0 Comments