કોરોના વાયરસ નું કેન્દ્ર રહેલ ચીન ના વુહાન માં લેવામાં આવ્યો આ મહત્વ નો નિર્ણય


દુનિયા ને અરબો નું નુકશાન અને લખો ના મૃત્યુ પછી હવે ચીન એ વુહાન ની મીટ માર્કેટ ને બંધ કરી દીધી છે. વુહાન સરકાર ની ઓફિશિયલ વેબસાઈટ ના અનુસાર હવે વુહાન માં ના તો જંગલી જાનવરો નો શિકાર કરી શકાશે અને ના તો તેમને વેચી શકાશે. આ બંને પર પ્રતિબંધ લગાવવા માં આવ્યો છે. વુહાન સરકાર ની અધિકારીક વેબસાઈટ પર બુધવાર એ આ સૂચના આપવામાં આવી છે. તેની સાથેજ અહીં પર આ બંને કામો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

વુહાન ચીન નું એ મીટ માર્કેટ છે જ્યાં દુનિયા ના બધાજ જંગલી જીવ ખરીદી અને વેચાણ થાય છે. તમે જે જાનવર વિષે વિચારો છો તે વુહાન ની મીટ માર્કેટ માં તમને ખરીદવા માટે મળી જાય છે. સાપ, વીંછી, કુતરા જેવા અગણિત જંગલી જાનવર અહીં બજારો માં સજેલા મળી જાય છે. અહીં લોકોની પસંદ ના અનુસાર ખરીદી કરી શકે છે. ઘણી દુકાનો એવી પણ છે જે તાજું બનાવેલું મીટ પણ વેચે છે.

વેબસાઈટ માં કહેવામાં આવ્યું છે કે જંગલી જાનવરો અને તેમના ઉત્પાદક ને ખપત થી પ્રતિબંધ કરવામાં આવે છે, જેમાં બધાજ સ્થલીય વન્યજીવ શામેલ છે. વન્યજીવ જાનવરો જે રાષ્ટ્રીય અને હુબેઇ પ્રાંતીય સંરક્ષણ સૂચિ માં છે, સાથે સાથે તે જાનવરો જે સ્વાભાવિક રૂપ થી વધે છે અને જંગલી વાતાવર માં પ્રજનન કરે છે અને કુત્રિમ રૂપ થી નસલ અને પ્રચારીત હોય છે. તેની સાથે રાષ્ટ્રીય મહત્વપૂર્ણ સંરક્ષણ ના હેઠળ કિંમતી જલીય જંગલી જાનવર અને લુપ્તપ્રાય જલીય જંગલી જાનવર સામેલ છે. તેમાં અન્ય જાનવરો પણ સામેલ છે જે કાનૂન અને નિયમો દ્વારા ખપત થી પ્રતિબંધ છે.

ચીન નું વુહાન અને હુબેઇ પ્રાંત તે સમયે ચર્ચા માં આવી ગયું હતું જયારે કોરોના વાયરસ નું સંક્રમણ ફેલાવાનું શરુ થયું હતું. ત્યારબાદ દુનિયા ભર માં વુહાન અને હુબેઇ પ્રાંત ની ચર્ચા જોર પકડવા લાગી હતી. પહેલી વાર તો એવુજ કહેવામાં આવ્યું હતું કે વુહાન ની મીટ માર્કેટ થી કોરોના વાયરસ ફેલાયો છે.

પહેલી વાર ચામાચીડિયા થી ફેલાવાની વાત કહેવામાં આવી ત્યારબાદ અન્ય વસ્તુ સામે આવી. મીટ માર્કેટ પછી વુહાન થી વાયરોલાજી લૈબ થી તેની નીકળવાની વાત કહેવામાં આવી. પરંતુ હજુ સુધી એ નક્કી નથી થઇ શક્યું કે આ વાયરસ ક્યાંથી નીકળ્યો છે. તેના પર હજુ પણ જાંચ ચાલી રહી છે.

Post a comment

0 Comments