જેઠાલાલ થી લઈને ગુથ્થી સુધી ના આ કોમેડી ના ધુરંધરો ની પત્નીઓ, લાઈમલાઈટ થી દૂર રહી જીવે છે સાધારણ જીવન


કોમેડી ની દુનિયા ની પોતાની એક અલગ જ મજા છે કેમકે એક કલાકનો કોમેડી શો એક ફિલ્મ થી વધુ મનોરંજન કરાવે છે. ક્યારેક ક્યારેક આ કલાકાર એક હીરો થી પણ વધુ પોપ્યુલર હોય છે. લોકો તેમને જોઈને બધું જ તણાવ ભૂલી જાય છે. કહે છે ને કે હસાવવાની કળા બધા લોકો માં નથી હોતી પરંતુ ઈન્ડસ્ટ્રીમાં તમને ઘણા એવા કલાકાર મળી જશે જે એકવાર સ્ક્રીન ઉપર આવી જાય તો તમે પેટ પકડીને હસવા માટે મજબૂર થઈ જશો. પરંતુ અહીં અમે વાત કરવા જઈ રહ્યા છીએ કોમેડીના એ 5 કલાકારોની પત્નીઓની. જેટલા આ કોમેડિયન લાઈમલાઈટમાં બનેલા છે તેટલા જ તેમની પત્નીઓ ટીવી ની દુનિયા થી ઘણી દૂર છે.

રાજુ શ્રીવાસ્તવ - શિખા શ્રીવાસ્તવ


પોતાની અદાઓ અને ચુટકુલા થી સૌને લોટપોટ કરી દેવા વાળા 'ગજોધર ભૈયા' એટલે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ જેટલા અલબેલા છે તેનાથી વધુ ચોંકાવે તેવી તેમની પ્રેમ કહાની. પોતાના ભાઈના લગ્નમાં જ તેમને એક છોકરી પસંદ આવી ગઈ નામ હતું શિખા. પછી શું એવું નક્કી કરી લીધું કે લગ્ન કરવા છે તો આજ છોકરી સાથે. રાજુ ના બે બાળકો પણ છે. કહી દઈએ કે શિખાએ ડાન્સ રિયાલિટી શો નચ બલિયે સિઝન 6 માં ભાગ લીધો હતો.

સુનીલ ગ્રોવર - આરતી ગ્રોવર


સુનીલ ગ્રોવર એ ગુથ્થી ના કિરદાર ને તેમને ટીવી ની દુનિયા ના ચમકતો સિતારો બનાવી દીધા. ગુથ્થી ના સિવાય ડોક્ટર ગુલાટી નો રોલમાં પણ તેમને ઘણા મશહૂર કરી દીધા. ઘણા ઓછા લોકો જાણતા હશે કે સુનિલ ગ્રોવર ના લગ્ન થઈ ચૂક્યા છે. સુનિલ ની પત્ની નું નામ આરતી ગ્રોવર છે. સુનીલ ગ્રોવર જેટલા ચર્ચામાં બનેલા રહે છે તેટલા જ પત્ની આરતી લાઈમલાઈટ થી દૂર રહેવાનું પસંદ કરે છે. તે પોતાના 11 વર્ષના દીકરા પત્ની અને નાના ભાઈ અનિલ તેમજ માતા-પિતાની સાથે મુંબઇમાં રહે છે.

અલી અસગર - સીદીકા અસગર


કોમેડિયન અલી અસગર ટીવીની દુનિયામાં દાદી અને નાની ના રોલમાં ઘણાં ફેમસ છે. કપિલ શર્માના શો માં તેમના બંને કિરદાર ઘણા ચર્ચા માં રહ્યા હતા. અલી અસગર ના પણ લગ્ન થઈ ચૂક્યા છે. અલી ની પત્ની નું નામ સીદીકા અસગર છે. તેમના લગ્ન 2005માં થયા હતા. તેમના બાળકો પણ છે.

કિકુ શારદા-પ્રિયંકા શારદા


કપિલ શર્માના શો માં કિકુ શારદા આ દિવસો માં બચ્ચા યાદવના રોલ નિભાવતા નજર આવી રહ્યા છે. તેમના પહેલા તેમણે પલકનો કિરદાર પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો. કિકુ ના રીયલ લાઈફ પત્નીનું નામ પ્રિયંકા શારદા છે. આ બંનેએ વર્ષ 2003માં લગ્ન કર્યા હતા.

દિલીપ જોશી-જયમાલા જોશી


'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો માં દિલીપ જોશી જેઠાલાલ નો રોલ નિભાવી રહ્યા છે. શોમાં તેમની પત્ની દયાબેન નો રોલ દિશા વકાની નિભાવી રહી છે. રિયલ લાઇફની વાત કરવામાં આવે તો તેમની પત્નીનું નામ જયમાલા જોશી છે. તે લાઈમ લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.

Post a comment

0 Comments