46 વર્ષ ની આ અભિનેત્રી ને તેમના ફેન એ કર્યો પ્રપોજ, મળ્યો કંઈક આવો જવાબ


કોરોનાવાયરસ ના ખતરાને કારણે દેશભરમાં લોકોની સુરક્ષાને લઈને કરવામાં આવેલ લોકડાઉન ના દરમ્યાન બધા જ પોતાના ઘરોમાં બંધ છે. એ વચ્ચે જ હંમેશા વ્યસ્ત રહેવાવાળા બોલિવૂડ સ્ટાર લોકડાઉન દરમિયાન ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા ઉપર જબરદસ્ત એક્ટિવ થઈ ગયા છે. આ લિસ્ટમાં જાણીતી અભિનેત્રી બૉલીવુડ એક્ટ્રેસ રવીના ટંડન નું નામ પણ સામેલ છે. હાલમાં જ રવિના ત્યારે ચર્ચામાં આવી ગઇ જ્યારે એક ફેન એ 46 વર્ષીય રવિના ને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. ફેન ના આ પ્રપોઝલ પર રવીનાએ કમેન્ટ દ્વારા ખુબ જ મજેદાર જવાબ આપ્યો છે.

વાત કંઈક એવી છે કે રવિના આ દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની જૂની તસવીર શેર કરી. રવીનાએ હિલ સ્ટેશન પર પોતાની વેકેશન ની તસ્વીર શેર કરીને લખ્યું 'જ્યારે ગરમી સહન ન થાય મારુ દિલ બરફ વાળી રજા ના સપના જોવા લાગે.' આ તસવીર પર ફેને રવીનાને પ્રપોઝ કરી દીધો. તેમના પોસ્ટ ઉપર એક ફેને લખ્યું રવીના મેમ શું તમે આગળના જન્મમાં મારી સાથે લગ્ન કરશો? ફેનના આ પ્રપોઝ ઉપર રવીનાએ ખુબ જ મજેદાર જવાબ આપ્યો.તેમણે ફેનને કમેન્ટ કરતા લખ્યું 'સોરી યાર, સાત જન્મ માટે પહેલાથી જ બુક થઈ ગઈ છું.' આ કમેન્ટ ની સાથે રવિના એ હસવા વાળો ઇમોજી પણ બનાવ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા ઉપર રવીનાના આ અંદાજને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. તસ્વીર ની સાથે સાથે રવિનાની આ કમેન્ટ પર ફેન્સ નો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

કહી દઈએ કે રવીના ટંડન લોકડાઉન ના દિવસો માં સેલિબ્રિટીની જેમ પોતાના ઘરમાં બંધ છે. તે આ દરમિયાન પોતાની ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. તેમની સાથે સાથે તે સોશિયલ મીડિયા ઉપર લોકોને કોરોનાવાયરસ સાથેની સુરક્ષા માટે જાગૃત કરતી જોવા મળી રહી છે.

Post a comment

0 Comments