ગૌરી પ્રધાન એ શેયર કરી 'કોરોના વોરિયર્સ' બહેન ની તસ્વીર, કહ્યું 'ગર્વ છે તારા પર'


કરોના વાયરસ એ પુરા વિશ્વમાં કહેર મચાવ્યો છે. મહામારી બની ચૂકેલા વાયરસની સામે વિશ્વભરના ડોક્ટર્સ એન મેડિકલ સ્ટાફ યુદ્ધ લડી રહ્યા છે. ભારતમાં સામાન્ય જનતાથી લઇને તમામ સેલિબ્રિટી સુધી ડોક્ટરો, નર્સો અને મેડિકલ સ્ટાફ ને અલગ અલગ રીતે ધન્યવાદ કહી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ડૉક્ટર અને નર્સ અને પેરામેડીકલ સ્ટાફને કોરોનાવોરિયર્સ નો દરજ્જો આપી ચૂક્યા છે.


એવામાં હવે ટીવી એક્ટ્રેસ ગૌરી પ્રધાન એ પણ એક પોસ્ટ શેર કરી છે. કોરોના વોરિયર્સ જિમ્મેદારી નિભાવતી તેમની નાની બહેન ને થેંક્યુ કહ્યું છે. ગૌરી એ પોતાની પોસ્ટ માં કહ્યું છે 'મને તારા ઉપર ગર્વ છે' ગૌરી ની નાની બહેનનું નામ ગીતાંજલી પ્રધાન છે. તે એક ડોક્ટર છે. ગીતાંજલી મુશ્કેલીના સમયમાં પોતાની ફરજ નિભાવી રહી છે અને કોરોના થી સંક્રમિત લોકોનો ઇલાજ કરી રહી છે. આ જાણકારીને શેર કરતા ગૌરી એ પોતાના ઇંસ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ લખી છે. પોસ્ટમાં ગૌરી એ ત્રણ તસવીરો નો  એક કોલાજ બનાવીને અપલોડ કર્યો છે.


જેમાં એકમાં ગોરી ની બહેન ગીતાંજલી પણ નજર આવી રહી છે. તેની સાથે જ ગૌરી એ લખ્યું છે 'મને તારા ઉપર ગર્વ છે' સાથે તે લોકોને પણ જે આજ કામ કરી રહ્યા છે. ગૌરીની વાત કરીએ તો તે લોકડાઉન ના સમયે પોતાના પરિવારની સાથે કોરોનટાઇનમાં છે અને ક્વોલિટી ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે.


હાલમાં જ 29 એપ્રિલ એ હિતેશ અને ગૌરી પોતાના લગ્નની 16 મી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. હિતેશ અને ગૌરી ટીવી ટાઉન ના એડોરેબલ કપલ માંથી એક છે. પોતાની મેરેજ એનિવર્સરી ના અવસર પર ગૌરી એ એક ઇમોશનલ પોસ્ટ પર શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું આજના દિવસની શરૂઆત ઇરફાન સર ના ખરાબ ખબર નહી સાથે થઈ છે.


જશ્ન મનાવવાનું મન નથી પરંતુ બાળકો ની અસાઇમેન્ટ ને જોઈને થોડુંક તો કંઈક કરવું પડશે. તમારા બધા ની શુભકામના માટે ધન્યવાદ એ ખરેખર કામ આવે છે. હિતેશ તેજવાણી એ પણ ગૌરી ને મેરીજ એનિવર્સરી ઉપર શુભકામના આપતા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી. સાથે જ ગૌરી અને પોતાની તસવીર પણ શેર કરી હતી.

Post a comment

0 Comments