હરિયાણા છોકરા સાથે થયો પ્રેમ તો અમેરિકા થી સોનીપત આવી પહોંચી યુવતી, કહ્યું - ભારત ના લોકો


હરિયાણાના સોનીપત જિલ્લા ના રહેવા વાળા દેશી છોકરા અમિત સરોહા થી ફેસબુક પર દોસ્તી થયા પછી થયેલા પ્રેમ થી સાત સમુન્દર પાર અમેરિકા ના ફ્લોરિડા થી એશ્લીન એલિઝાબેથ યુવક ને મળવા માટે ગામ પહોંચી ગઈ. લોકડાઉન ના થોડા દિવસ પહેલા એશ્લીન અહીં આવી હતી અને તેમની અમિત સાથે સગાઇ થઇ ગઈ. પરંતુ સગાઇ થયા પછી લગ્ન ની રાહ માં લોકડાઉન વચ્ચે આવી ગયું અને બંને ના લગ્ન અટકી ગયા.

એશ્લીન ઘર માં રહીને જ્યાં ભેંસ ને નવડાવે છે તો ઘરે કામ માં પણ મદદ કરે છે, કેમ કે તેમને અમિત ની સાથે હરિયાણવી સંસ્કૃતિ પસંદ આવી ગઈ. બંને લોકડાઉન ખુલવાની રાહ જોઈ રહ્યા છે, જેનાથી જલ્દી લગ્ન કરી શકે. બલી ક્તુબપુર ના રહેવા વાળા અમિત સરોહા ની મિત્રતા 2018 માં ફેસબુક પર અમેરિકા ના ફ્લોરિડા માં રહેવા વળી એશ્લીન એલિઝાબેથ સાથે થઇ.


બંને સોસીયલ એક્ટિવિટી ના રૂપ માં કામ કરે છે. બંને ની દોસ્તી થોડા દિવસો માં પ્રેમ માં બદલાઈ ગઈ અને બંને એ લગ્ન કરવાંનો નિર્ણય લીધો. પરંતુ અમિત અમેરિકા જઈ શકે તેમ ન હતો તો એશ્લીન એ ખુદ ભારત આવવા નો નિર્ણય લીધો. લોકડાઉન થી પહેલા એશ્લીન ભારત આવી ગઈ અને બંને ના લગ્ન ની તૈયારી ચાલી રહી હતી કે લોકડાઉન થઇ ગયું.


બંને ની લોકડાઉન માં સગાઇ જરૂર થઇ ગઈ પરંતુ લગ્ન માટે બંને એ લોકડાઉન ખુલવા ની રાહ નો નિર્ણય લીધો. અમિત કહે છે કે અમેરિકા થી ભારત પહુંચી એશ્લીન ને પણ હરિયાણવી ક્લચર ખુબજ પસંદ આવી રહ્યું છે. લોકડાઉન ના કારણ થી એશ્લીન ગામ માં રહી રહી છે.


એશ્લીન ગામ માં રહી ને બધાજ કામ કરી રહી છે. તે ભેંસ ને નવડાવવા થી લઈને રસોઈ નું કામ પણ કરી રહી છે. બંને વચ્ચે પ્રેમ પછી સાત સમુન્દર પાર થી એશ્લીન ના આવવા પર તે ક્ષેત્ર માં બંને ની ચર્ચા થઇ રહી છે. એશ્લીન કહે છે કે..

હું ભારત પહેલી વાર આવી છું. અહીં ના લોકો ખુબજ સારા છે. હું ઘણીજ ખુશ છું અને લોકડાઉન ખુલવાની રાહ જોઈ રહી છું જેના પછી હું અમિત સાથે લગ્ન કરીશ.


Post a comment

0 Comments