કોરોના પોજીટીવ માતા એ જુડવા બાળકો ને આપ્યો જન્મ, એક બાળક નીકળ્યું કોરોના સંક્રમિત


ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વડનગર ના મોલીપુર ના રહેવા વાળી કોરોના પોઝિટિવ મહિલા હસુમતીબેન પરમાર શનિવારે બે જુડવા બાળકોને જન્મ આપ્યો. બંને બાળકોનો જન્મ વડનગરનાં સરકારી હોસ્પિટલમાં થયો. મહિલાના કોરોના પોજીટીવ હોવાના કારણથી ડોક્ટર ડીલીવરી ના તે સમયે બધી જ સાવધાની લીધી પરંતુ જ્યારે જુડવા બાળકો નો જન્મ થયો અને તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા તો ખુદ ડોક્ટર પણ હેરાન રહી ગયા.

સોમવારે જ્યારે બાળક નો ટેસ્ટ સામે આવી તો એક સાથે જન્મેલા બે બાળકો માં થી એક નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો. બંનેમાં એક છોકરો છે જેમાં છોકરી નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રિપોર્ટ આવ્યા પછી ડોક્ટર પણ હેરાન રહી ગયા છે.

વડનગર મેડિકલ કોલેજના સુપ્રિટેન્ડેન્ટ એચડી પાલેકર નું કહેવું છે કે રિપોર્ટ સંદિગ્ધ હોઈ શકે છે. બાળકોને બ્રેસ્ટ-ફીડિંગ પણ કરાવવામાં આવી નથી. બંને બાળકો એક સાથે જન્મેલા છે એટલા માટે બંને બાળકોની રિપોર્ટ અલગ અલગ કઈ રીતે હોઈ શકે. હવે ફરીથી તેમની જાંચ કરવામાં આવશે.

બે દિવસ પછી બંને બાળકોના સેમ્પલ એકવાર ફરી લેવામાં આવશે અને તેમને કોરોના જાંચ માટે મોકલવામાં આવશે. હાલમાં બાળકોને તેમની માતાથી અલગ રાખવામાં આવ્યા છે. જ્યાં હોસ્પિટલમાં નર્સ બાળકોની સારસંભાળ લઇ રહી છે. હવે બધા જ લોકો તેમની જાંચની રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

Post a comment

0 Comments