કચરા મુક્ત શહેરો ની સૂચિ માં ગુજરાત ના 2 શહેરો નો સમાવેશ, કેન્દ્ર દ્વારા આપવામાં આવ્યા 5 સ્ટાર


કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય મંગળવારે નવી દિલ્હીમાં કચરામુક્ત શહેર સ્ટાર રેટિંગના પરિણામ જાહેર કર્યા છે. કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલા શહેર માટે રેટિંગ જે આશા રાખવામાં આવી હતી તે હિસાબે તો નથી કારણ કે આ વખતે શહેરોને સેવન સ્ટાર ની આશા હતી. કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રી હરદીપસિંહ પુરી એ કચરામુક્ત પરિણામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કરનાર, ન્યુ દિલ્હી, તિરુપતિ, વિજયવાડા, ચંડીગઢ, ભીલાઈ, અમદાવાદ ને 3 સ્ટાર રેટિંગ કચરામુક્ત શહેરોમાં સામેલ છે. તો દિલ્હી, છાવની, વડોદરા એક સ્ટાર કચરામુક્ત શહેરની સૂચીમાં સામેલ છે.

ત્રણવાર સફાઈમાં નંબર એક નો ખિતાબ મેળવનાર ઇન્દોર આ વખતે સેવન સ્ટાર રેટિંગ માં 5 સ્ટાર મળ્યા છે.

તેની સાથે ઇન્દોર 5 સ્ટાર મેળવનાર ટોપ 6 શહેરોમાં ની સૂચિ માં સામેલ થઈ ચૂક્યું. મંગળવારે દિલ્હી થી બહાર પાડવામાં આવેલી રિપોર્ટમાં મધ્યપ્રદેશના માત્ર ઈંદોરે જ લિસ્ટમાં જગ્યા બનાવી છે. તો ગુજરાતના બે શહેરનું નામ આ સૂચિમાં સામેલ થયું છે. લોકડાઉન પછી સૌથી સ્વચ્છ શહેરોની લિસ્ટ બહાર પાડવામાં આવશે, તો ઉજ્જૈન અને ભોપાલ ને 3 સ્ટાર રેટિંગ મળ્યા છે.

કચરામુક્ત શહેરોની સૂચિમાં ગુજરાતના બે શહેરો

કેન્દ્રીય આવાસ અને શહેરી મામલા ના મંત્રી હરદીપસિંહ પુરી એ જણાવ્યું કે અમ્બીકાપુર(છત્તીસગઢ), રાજકોટ અને સુરત (ગુજરાત), મૈસુર(કર્ણાટક), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને નવી મુંબઈ (મહારાષ્ટ્ર) ને 5 સ્ટાર કચરા મુક્ત શહેર જાહેર કરવામાં આવ્યા છે/ જેમાં ગુજરાતના બે શહેરો રાજકોટ અને સુરત નો સમાવેશ થયો છે.


ઇન્દોર આ વખતે 7 સ્ટાર માટે ઘણી મહેનત કરી હતી. ગયા વર્ષે રેટિંગમાં માત્ર ત્રણ શહેરો 5 સ્ટાર રેટિંગ નું સૂચિ માં પોતાનું નામ બનાવી ચુક્યા હતું. આ વખતે ફાઇસ્ટાર રેટિંગ દ્વારા શહેરમાં છતીસગઢ નું અમ્બીકાપુર, કર્ણાટકમાં મૈસુર, મહારાષ્ટ્રનું નવી મુંબઈ અને ગુજરાતના બે શહેર રાજકોટ અને સુરત નો સમાવેશ થયો છે.

3 સ્ટાર રેટિંગ માં મધ્યપ્રદેશ ની રાજધાની ભોપાલની સાથે ઉજ્જૈન, ખરગોન, બુરહાપુર, ઓંકારેશ્વર, પિથમપુર શહેર સામેલ છે. તો મધ્યપ્રદેશના છિંદવાડા, કંટાફોડ, કટની અને સિંગરોલી પણ આ લિસ્ટમાં સામેલ છે. તો એક સ્ટાર રેટિંગ માં ગ્વાલિયર, ખાંડવા, મહેશ્વર, સરદારપુરા, હાતોદ અને બંધનવાર પણ સામેલ છે.

Post a comment

0 Comments