રેડ ઝોનમાં રાત્રે લોકડાઉન અને બાકીના વિસ્તારો માં વેપાર-ધંધા શરુ થઇ શકે છે, બ્યુ પ્રિન્ટ કેન્દ્રને મોકલાશે


લોકડાઉન-3 17 મેં સુધી છે અને લોકડાઉન 4 નવા નિયમો સાથે થોડું હળવું કરવામાં આવી શકે છે. સોમવાર થી નવા નિયમો સાથે લોકડાઉન 4 નું અમલ થવા જઈ રહ્યું છે. રાજ્ય માં રાત્રી માં લોકડાઉન અને બાકી ના વિસ્તારો માં વેપાર ધંધા ને ગતિ આપવામાં આવી શકે છે. જે અંગે આજે મુખમંત્રી નિવાસ્થાને વધુ એક બેઠક યોજાવવા જઈ રહી છે.

આ બેઠક માં અધિકારીઓ અને મંત્રી ઓ હાજર રહેશે. જેમાં લોકડાઉન 4 ને હળવું કરવા માટે ક્યાં પ્રકાર ની છૂટછાટ અને કેવી પ્રવૃત્તિ કરી શકાશે અને ક્યાં ક્યાં વેપાર ધંધા હજુ બંધ રાખવા તે અંગે ની છેલ્લી બ્યુ પ્રિન્ટ આપવામાં આવનાર છે.

ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં હળવું રહેશે લોકડાઉન

લોકડાઉન ના ત્રણ તબક્કા દરમિયાન લોકો ઘરોમાં કૈદ હતા. પરંતુ લોકડાઉન 4 માં આર્થિક કામગીરીને વેગ પકડાવવા માટે નાયબ મુખ્યમંત્રી એ તેને હળવું અને આર્થિક પ્રવૃત્તિ ને વધુ વેગ આપતું હશે તેનું સ્પષ્ટપણે જણાવી દીધું છે. તે સંજોગોમાં ગુજરાત માં લોકડાઉન ઓરેન્જ અને ગ્રીન જોનમાં વધુ હળવું કરવામાં આવશે અને રેડ ઝોનમાં પણ કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સિવાય પણ વેપાર ધંધા ચોક્કસ સમય માટે ખુલ્લા રાખવામાં આવે તેવી શક્યતા છે. રેડ ઝોન માં રાત્રે લોકડાઉન રાખવામાં આવી શકે છે.

Post a comment

0 Comments