આ સરળ રીતે બનાવો બજાર માં મળે તેવો સ્વાદિષ્ટ મસાલા પેપર ઢોસા


ભારત માં ખાનપાન માં એવા ઘણાજ વ્યંજન છે જે પુરા ભારત માં પસંદ કરવામાં આવે છે. દક્ષિણ ભારત નું ખાનપાન ત્યાંના શાન ના રૂપ માં પુરા દેશ માં જાણીતું છે. ખાસ રીતે વાત કર્યે તો ઢોસા. ઉત્તર ભારત ના લોકો ઢોસા ને બજાર માં ખાવાનું વધુ પસંદ કરે છે કેમ કે ઘરે તે એટલું સારી રીતે બની નથી શકતું. એટલા માટે અમે તમારા માટે મસાલા પેપર ઢોસા બનાવવા ની રેસિપી લઈને આવ્યા છીએ. તો ચાલો જાણીએ પેપર ઢોસા બનાવની રેસિપી (Recipe) વિષે.

સામગ્રી

દોઢ કપ ઢોસાના ચોખા
અડધો કપ અડદ દાળ
1/4 ચમચી મેથી ના દાણા
અડધો કપ પતલા પૌવા
અડધી ચમચી સુજી
એક કપ બટાકા નો મસાલો
તેલ જરૂરિયાત પ્રમાણે
પાણી જરૂરિયાત પ્રમાણે
નમક સ્વાદ અનુસાર


બનાવવા ની વિધિ

સૌથી પહેલા ચોખા અને મેથી ના દાણા ને અલગ અલગ કટોરી માં પાણી ની સાથે 5 થી 6 કલાક માટે પલાળી ને રાખી દો.

બીજી તરફ અડદ ની દાળ ને 3 થી 4 કલાક માટે પલાળી ને રાખી દો.

નક્કી કરેલ સમય પછી દાળ ને પાણી માંથી કાઢી લો અને મિક્સર માં પીસીને કટોરી માં કાઢી લો.

હવે પલાળે લા ચોખા, મેથીના દાણા અને પૌવા એક સાથે પીસી લો અને એક અલગ કટોરી માં નાખીને રાખો.

હવે ચોખા અને દાળ ની પેસ્ટ ને સારી રીતે મિક્સ કરીને આખીરાત માટે ખમીર ઉઠે ત્યાં સુધી રાખી મુકો.

આગળ ના દિવસે બનાવવા માટે સુજી, નમક અને જરૂર પ્રમાણે પાણી મિક્સ કરીને સરખી રીતે ઘોળી લો.

મધ્યમ આંચ પર પેન માં તેલ ગરમ કરવા માટે રાખો. તેલ ગરમ થયા પછી ઢોસા ના ઘોળ ને તવા પર ગોળાકાર માં બહાર તરફ થી અંદર સુધી ફેલાય તેમ નાખો.

જયારે તે નીચે થી સેકાઈ જાય ત્યારે ઢોસા ને ચારે બાજુએ થોડું થોડું તેલ નાખીને અને કિનારા તરફ થી ઉઠાવી ને પલ્ટી નાખો. અને હવે તેની વચ્ચે બટાકા નો મસાલો નાખો.

બીજી બાજુએ સેકીને તેને ફોલ્ડ કરો અને પ્લેટ પર ઉતારી ને આંચ ને બંધ કરી લો. તૈયાર છે મસાલા પેપર ઢોસા. નારિયેળ ની ચટણી અને સાંભાર ની સાથે સર્વ કરો.

Post a comment

0 Comments