નવા લુક માં નજર આવ્યા MS Dhoni, દીકરી જીવા ની સાથે આ રીતે મસ્તી કરતા આવ્યા નજર


એમ એસ ધોની આ દિવસોમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યા છે. જોઈએ તો આ સમય આઇપીએલ નો છે પરંતુ કોરોનાવાયરસ મહામારી ના કારણે આ લીગને સ્થગિત કરી દેવામાં આવી છે અને ક્રિકેટ ફેન્સ ધોની ને રમતા જોવા ઇચ્છતા હતા હાલમાં એવું થઈ શક્યું નહીં. કોરોના મહામારી ના કારણે આ સમયે બધા જ ભારતીય ક્રિકેટર પોતાના ઘરોમાં છે અને ધોની પણ તેમના ઘરમાં પોતાનો સમય પરિવારની સાથે વિતાવી રહ્યા છે.

હવે એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો છે. જેમાં ધોની ક્યુટ દીકરી જીવાની સાથે ખૂબ જ મસ્તી કરતા નજર આવી રહ્યા છે. પહેલા તો બંને રેસ લગાવી રહ્યા છે અને પછી ધોની બોલ ફેકે છે અને તેમનો કૂતરો ઉઠાવીને લઈ ને આવે છે. આ વીડિયોમાં ધોની એક નવા લુકમાં નજર આવી રહ્યા છે. તેમના વાળ નાના નાના દેખાઈ રહ્યા છે પરંતુ તેમની દાઢીને ખૂબ જ વધેલી લાગી રહી છે. તેમની દાઢી ના બધા જ વાળ સફેદ લાગી રહ્યા છે અને 38 વર્ષની પોતાની ઉંમરથી વધુ જોવા મળી રહ્યા છે. હંમેશા ક્લીન શેવ માં નજર આવતા ધોની નો નવો લુક થોડો ચોકાવી દે તેવો છે.


View this post on Instagram

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on
ધોનીનો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે તેમના ફાર્મ હાઉસ નો છે. જે ખૂબ જ શાનદાર છે. ધોની આ દિવસોમાં હંમેશા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. ધોની નું ફોર્મ હાઉસ 7 એકર એરીયામાં ફેલાયેલું છે. અહીં પણ ધોની એ જિમ અને પોતાના ટ્રેનિંગ માટે બધા જ પ્રકારની વ્યવસ્થા કરેલી છે. તમને કહી દઈએ કે ધોનીએ વર્ષ 2019 વન-ડે વર્લ્ડકપ સેમીફાઈનલ પછી કોઈ પણ મેચ રમી નથી અને તેમના મેદાન પર ઉતરવાનો બધા જ લોકોને ખુબ જ ઈંતજાર છે.

Post a comment

0 Comments