'વન નેશન વન રાશન કાર્ડ' યોજના લાગુ કરશે સરકાર, થશે આ બધા ફાયદાઓ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ રૂપિયા ના પેકેજની જાહેરાત કરી હતી. જેની બીજા તબક્કાની જાહેરાત નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે કરી હતી. બુધવારે MSME સેક્ટરમાં કરેલી મોટી જાહેરાત બાદ હવે મજૂરો, ખેડૂતો અને હાટડીવાળા માટે જાહેરાત કરી હતી. સરકાર તરફથી અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે આર્થિક પેકેજ માં મહત્વના ક્ષેત્રોનો ને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.

વન નેશન વન રાશન કાર્ડ

વન નેશન વન રાશન કાર્ડની યોજના ઉપર કામ કરવામાં આવશે. દરેક રાજ્યમાં આ નિયમ લાગુ થશે. પ્રવાસી વ્યક્તિ કોઈપણ રાજ્યમાં રાશનની દુકાનો પરથી આ કાર્ડની મદદથી રાસન લઈ શકે છે. ઓગસ્ટ 2020 સુધી આ વ્યવસ્થા આખા દેશમાં લાગુ થશે. વન નેશન વન રાશન કાર્ડ યોજનામાં દેશમાં રહેનારા કોઈ પણ નાગરિકને એક જ રાશનકાર્ડ હશે. જેનાથી ક્યાંયથી પણ રાશન લઈ શકાય. આજ સ્કીમનો ફાયદો એવા લોકોને મળશે જેમની પાસે રાશન કાર્ડ હશે. રાશનકાર્ડ ધારક દેશના કોઇ પણ ભાગમાંથી સરકારી રાશન દુકાનમાંથી ઓછી કિંમત ઉપર અનાજ ખરીદી શકે છે.


5 કિલો ઘઉં અને ચોખા

નાણામંત્રી એ જણાવ્યું કે જેની પાસે રાશન કાર્ડ અથવા કાર્ડ નથી તેમને પણ 5 કિલો ઘઉં, ચોખા અને એક કિલો ચણાની મદદ કરવામાં આવશે. આઠ કરોડ પ્રવાસી મજૂરોને આનો ફાયદો થશે. જેનાથી 500 કરોડ રૂપિયા ખર્ચ થશે. રાજ્ય સરકારો થકી આને કારગર બનાવવામાં આવશે. રાજ્યો પાસે જ આ મજૂરો ની જાણકારી છે. આગામી બે મહિના સુધી પ્રક્રિયા લાગુ રહેશે.

આખા દેશમાં લાગુ થશે સ્કીમ

સ્કીમ નો સૌથી મોટો ફાયદો છે કે લોકો બીજા રાજ્યોમાંથી પણ રાશન ખરીદી શકશે. આ નિયમ આખા દેશમાં લાગુ કરવામાં આવશે.

શું થશે ફાયદા
  • આ સ્કીમ નો સૌથી મોટો ફાયદો ગરીબ ને મળશે.
  • એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થનારા ને મળશે ફાયદો.
  • નકલી રાશન કાર્ડ ઉપર રોક લગાવવામાં મદદ મળશે.
  • બધા રાશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે જોડવા અને પોઈન્ટ ઓફ સેલ મશીન થકી અનાજ વેચવાની વ્યવસ્થા વહેલી તકે શરૂ થશે.
  • 85ટકા આધારકાર્ડ પોઇન્ટ ઓફ સેલ મશીન સાથે જોડાઇ ચૂક્યા છે.
  • 22 રાજ્યોમાં 100 ટકા પીઓએસ મશીન લાગી ચુક્યા છે.

Post a comment

0 Comments