પિતા શહિદ થયાના 19 દિવસ બાદ દીકરી બની સબ ઇન્સ્પેકટર, તસ્વીર જોઈને કહ્યું..


કોરોનાવાયરસ સાથે લડતા છેલ્લા દમ સુધી પોતાની ફરજ નિભાવવા વાળા ઉજ્જૈનના ટીઆઈ યશવંત પાલ ની દીકરી ફાલ્ગુની પાલ સબ ઇન્સ્પેક્ટર બની ગઈ છે. પિતાના શહીદ થયાના 19 દિવસ પછી શિવરાજ સરકાર એસઆઇ પદ નિયુક્ત આપી છે. હવે બહાદુર પોલીસ ઓફિસર ની દીકરી કોરોના નો ખાત્મો કરવા માટે પોતાના પિતા નું અધૂરું સપનું પૂરું કરશે.

મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા એ શનિવાર એ ફાલ્ગુની પાલ સિંહ ને વિડીયો કોલ કરીને કહ્યું તમને સરકારે પોલીસમાં નોકરી દેવાનો નિર્ણય કર્યો છે. એટલા માટે તમને ખૂબ ખૂબ શુભકામના. તમારે આગળના અઠવાડિયે જ ડ્યુટી જોઈન કરવાની છે.


કહી દઈએ કે 59 વર્ષીય યશવંત પાલ ડ્યુટી દરમ્યાન સંક્રમિત થયા હતા. મૂળ બૂરહાનપૂર ના રહેવાવાળા પાલ હાલમાં ઈન્દોરમાં રહે છે. પરિવારમાં પત્ની મીના ના સિવાય બે જવાન દીકરીઓ ફાલ્ગુની અને ઈશા છે. તેમણે 6 એપ્રિલ એ કોરોના સંક્રમણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી ઇન્દોરના સીએચએલ હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને અરબિંદો હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા હતા. 16 દિવસ સંઘર્ષ કર્યા પછી 21 એપ્રિલે તે શહીદ થઈ ગયા.

ફાલ્ગુની એ 20 એપ્રિલ એ પોતાના પિતા યશવંત પાલ ને ફોન ઉપર વાત કરી હતી જ્યારે દીકરીએ કહ્યું હતું પપ્પા તમે સ્ટ્રોંગ છો તમે જરૂર કરોના ને હરાવશો. ટીઆઇ એ હાથના ઇશારા દ્વારા બધા જ લોકોને હિંમત રાખવા માટે કહ્યું હતું. દીકરી એ ભાવુક થઈને કહ્યું હતું પપ્પા તમે જલ્દી ઘરે આવશો, અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ.ગૃહ મંત્રી ડો.નરોત્તમ મિશ્રા એ ફાલ્ગુની પાલ સિંહ ને વિડીયો કોલ દ્વારા વાત કહી હતી.


પોતાના પિતાના સાહસ ને યાદ કરતા તેમની દીકરીઓ રોઈ પડી. પત્ની એટલું કહે છે કે તેમણે પોતાની ડ્યુટી નિભાવી અમારા માટે તે ગર્વની વાત છે. ઉલ્લેખનીય છે કે સરકાર ના એલાન પછી ફાલ્ગુની SI માં ભરતી થવા માટે ફિટનેસ ટેસ્ટ આપવા માટે પહોંચી હતી. આઈજી રાકેશ ગુપ્તાએ કહ્યું જલ્દીથી ફાલ્ગુની ને જોઈનીંગ મળી જશે.


યશવંત પણ ના નિધન પર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુઃખ જતાવતા સંપૂર્ણ પરિવારને ભરોસો આપ્યો હતો કે સરકાર તેમની હર સંભવ મદદ કરશે. સરકાર તરફથી પરીવારને 50 લાખ રૂપિયા અને ફેમિલીના સદસ્યોને સરકારી નોકરી આપવાનો નિર્ણય કર્યો હતો.


થાના પ્રભારી યશવંત પાલ નો પરિવાર એક બીજાને સાંત્વના આપતા.

Post a comment

0 Comments