પિતા એ પોતાના દિવ્યાંગ દીકરા માટે ચોરી કરી સાઇકલ, ચીઠ્ઠી પણ લખી.. વાંચી ને રોઈ પડ્યો માલિક


કહે છે કે જ્યારે માણસની જિંદગીમાં દુઃખનો પહાડ તૂટી છે ત્યારે તેમને ના ઇચ્છવા છતાં પણ ખરાબ રસ્તો પસંદ કરવો પડે છે. એક પિતાની દુઃખ ભરી કહાની રાજસ્થાનના ભરતપુરમાં જોવા મળી જ્યાં તેમને મજબૂરીથી પોતાના દિવ્યાંગ બાળકો માટે એક સાયકલ ચોરી કરવી પડી.

મજબુર પિતાએ દીકરા માટે ચોરી કરી

આ પિતાનું નામ છે મોહમ્મદ ઇકબાલ. 1600 કિલોમીટર દૂર ઘર બરેલી (યુપી) માટે સાયકલ લઈને રવાના થયો છે. તેમનો એક દીકરો દિવ્યાંગ છે જે ચાલી નથી શકતો. એટલા માટે તેમણે મજબૂરીમાં એક સાયકલ ચોરી લીધી. જેનાથી તે તેના પર પોતાના દીકરાને બેસાડીને ઘર સુધીનો સફર કરી શકે.


હું ગુનેગાર છું માફ કરી દેજોઈકબાલ ચોરી કર્યા પછી માલિક માટે એક ચિઠ્ઠી છોડી રાખી. જ્યારે સવારે માલિક સાહબ સિંહ પોતાના દુકાન આવ્યો હતો તો સાઇકલ જોઈ નહીં. તે ગુસ્સામાં લાલ થઈ ગયો પરંતુ જેવું જ તેમણે ત્યાં પડેલી એક ચિઠ્ઠી વાંચી તો તે રોય પડ્યો. ચિઠ્ઠીમાં લખ્યું હતું હું તમારો ગુનેગાર છું સાહેબ, થઈ શકે તો મને માફ કરી દેજો. મેં સાયકલ ચોરી કરી છે. મારો એક દિકરો ચાલી નથી શકતો તે દિવ્યાંગ છે. મારે 1100 કિલોમીટર દૂર ચાલીને જવાનું છે. એટલા માટે મેં મજબૂરીમાં આવું કામ કર્યું છે.

ચિઠ્ઠી વાંચવાની સાથે જ સાઈકલ માલિકના આંખોમાં આવી ગયા આંસુ

માલિકે કહ્યું જ્યારે મેં મારી સાઈકલ ના જોઈ તો હું ખૂબ જ ગુસ્સામાં હતો પરંતુ યુવકનું દર્દ જાણીને મારી આંખો ભરાઈ આવી. મને મારી સાયકલ ચોરી થઈ ગઈ તેમનું કોઈ પણ દુઃખ નથી કેમકે તે કોઈ જરૂરિયાત મંદ માટે કામ તો આવી. ઈકબાલે ઈમાનદાર હતો કે તેમણે સાયકલ ના સિવાય બીજી કોઈ કીમતી સામાન ને હાથ નથી લગાડ્યો.

Post a comment

0 Comments