PM મોદી ની આજે મુખ્યમંત્રી સાથે બેઠક, ગુજરાત પર આપશે આ વાતો નું ખાસ ધ્યાન


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મિટિંગમાં લોકડાઉન ને કેવી રીતે સમાપ્ત કરવું તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. અર્થતંત્રને પાટા પર લાવવા અને અંકુશમાં કરવા અને ધીરે ધીરે સુવિધાઓ આપવા સંબંધિત કેટલાક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે આ મીટીંગ કેટલાય કલાકો સુધી ચાલી શકે છે. આ બેઠક બાદ એવા સંકેત મળી શકે છે કે લોકડાઉન વધશે કે નહીં. જો વધશે તો કયા રૂપમાં વધશે અને નહિ વધારે તો ત્યાર બાદની વ્યૂહરચના શું હશે.

આ મીટીંગ ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસ ઉપર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે વાત ઉપર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે કે અર્થતંત્રને વેગ આપવા માટે ક્યાં જરૂરી પગલાં લેવા જોઈએ તેમના ઉપર પણ ભાર મુકવામાં આવશે. હાલતો પરપ્રાંતિય મજૂરો તેમના ઘરે જઈ રહ્યા છે આવી સ્થિતિમાં કામદારો સિવાય અર્થતંત્રને કેવી રીતે ગતિ પકડશે તે આ બેઠકનો એક મહત્ત્વનો મુદ્દો બની રહે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ગુજરાત અને મહારાષ્ટ્ર પર વિશેષ ધ્યાન આપશે. રવિવારે કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગોબા એ રાજ્યના સચિવોને જણાવ્યું હતું કે ત્યાં સુધીમાં લગભગ 350 શ્રમિક સ્પેશિયલ ટ્રેનોથી લગભગ 3.5 લાખ લોકોને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડી ચૂક્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડોક્ટર, નર્સ અને પેરામેડીકલ સ્ટાફને અવર-જવર પર પ્રતિબંધ નથી અને કોરોનાવોરિયર્સ ની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રખાશે.

બધા મુખ્યમંત્રીને બોલવાની તક મળે છે

છેલ્લી મિટિંગમાં કેટલાક મંત્રીઓ ને બોલવાની તક મળી ન હતી. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ આ મામલે વિરોધ જતાવ્યો હતો. તેણે ધ્યાનમાં રાખીને દરેક મુખ્ય મંત્રીના બેઠકમાં બોલવાની તક આપવામાં આવશે. 4 મે પછી લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટની શું અસર થઈ છે તે અંગે વડાપ્રધાન રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસેથી જાણવા માંગશે. તે સમયે મુખ્યમંત્રીઓ પાસેથી એ પણ જાણવા મળશે કે કેટલીક શરતો સાથે લોકડાઉન લંબાવવા અંગેના તેમના મંતવ્યો શું છે.

લાગુ રહેશે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન ની વ્યવસ્થા

કેન્દ્ર સરકારનું માનવું છે કે ન રાજ્યોમાં તેને અલગ રાજ્યોમાં પાછા ફરતાં પ્રવાસીઓ મજૂરોનું મોનીટરીંગ જરૂરી છે જેથી ચેપ ફેલાવતા રોકી શકાય. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પછી પણ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન કોન્સેપ્ટ થોડા વધુ દિવસો સુધી લાગુ રહેશે. બની શકે છે કે લોકડાઉન ના ચોથા તબક્કામાં રાજ્યની સરહદ માં થોડી વધુ છૂટછાટ આપવામાં આવે અને સરકારો પણ નિયમોમાં થોડી ઢીલ પણ આપી દે.

પીએમ નરેન્દ્ર મોદી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા અંગે કરશે ચર્ચા

સંક્રમણ ના સ્તર પ્રમાણે રાજ્યો અને જિલ્લાઓને છૂટછાટ આપવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે. પરપ્રાંતીઓ મજૂરો અને કામદારોના સ્થળાંતરને કારણે ઉદ્યોગોના પાટા પર લાવવા માટે ચર્ચા કરશે. જે ઉદ્યોગને થોડી છૂટ મળી રહી છે ત્યાં પણ પ્રવાસી મજૂરો અને કામદારોને જતા રહેવા થી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Post a comment

0 Comments