પોલીસ-આરએએફ ના જવાનો વહેંચી રહ્યા છે સૈનિટાઇઝર અને રાશન, ખુદ ના પગાર થી કરી કીટ તૈયાર


કોરોનાવાયરસ થી બચાવવા માટે દેશભરમાં લોકડાઉન છે. એવામાં જરૂરિયાત મંદ ની મદદ લોકો ખુલી ને આગળ આવી રહ્યા છે. હવે પોલીસ અને રેપીડ એકશન ફોર્સ આરએએફના જવાનો એ પોતાના પગારથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે. જવાને પોતાના પગાર ની રાશી થી રાશન અને કીટ ખરીદવા માટે સાબુ અને સેનિટેશન યુક્ત રાશિ નું યોગદાન આપ્યું. ત્યાર બાદ 250 કીટ તૈયાર કરી તેમને વિતરણ કર્યું.


રેપિડ એક્શન ફોર્સના ડીપ્તિ કમાન્ડર યોગેન્દ્ર કુમાર મિશ્ર એ કહ્યું કે મુરાદાબાદ પોલીસ અને આરએએફના જવાનો સ્વૈચ્છિક યોગદાન આપ્યું છે.આ યોગદાન થી 250 કીટ તૈયાર કરવામાં આવી જેમાં બટાકા, ડુંગળી, દાળ, સાબુ અને માસ્ક સામેલ હતા. અમે આ ક્ષેત્રમાં ડ્યુટી કરી રહ્યા છીએ તો અમે લોકોએ મહેસુસ કર્યું કે તેમને રાશન ની જરૂર હશે અને કર્મીઓ નિવાસીઓ નિ મદદ માટે એકજૂટ થઇ ગયા.

એસપી સીટી અમિત આનંદ એ કહ્યું કે પોલીસ 112 ઉપર કોલ કરવા વાળા બધા જ લોકોને રાશન આપી રહી છે. અમે કોરોનાવાયરસ માટે જાગરૂકતા ફેલાવવા માટે પણ કામ કરી રહ્યા છીએ. આજે આરએએફ અને પોલીસ જરૂરિયાતમંદ લોકોને રાશન વેચી રહી છે.એસપી સીટી અમિત આનંદ નું કહેવું છે કે આ કાર્ય પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ સ્વેચ્છાએ કરી રહી છે. મુરાદાબાદ પોલીસ અને આરએએફના જવાનો એ સ્વૈચ્છીક યોગદાન આપ્યું છે.

Post a comment

0 Comments