આ 18 વર્ષ ના યુવક ની કંપની માં રોકાણ કરવા માટે તૈયાર થયા રતન ટાટા, જાણો શું કરે છે આ યુવક


જો રતન ટાટા જેવા દિગ્ગજ ઉદ્યોગપતિ કોઈ પણ કંપની માં રોકાણ કરવા માટે તૈયાર થાઈ તો તે વાત થી તમે અંદાજો લગાવી શકો છો કે તે કંપની કેટલી મોટી હશે. પરંતુ તમને જણાવી દઈએ કે આ એક નાની કંપની છે જેમાં રતન ટાટા દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે. કંપની ની વાત કરવામાં આવે તો તે ફક્ત હજુ 2 વર્ષ જૂની છે. તે કંપની માત્ર હજુ સ્ટાર્ટઅપ છે જેને અર્જુન દેશપાંડે દ્વારા શરૂ કરવામાં આવી છે. આ સ્ટાર્ટઅપ છે. હાલ એ વાત ની કોઈપણ જાણકારી મળી શકેલ નથી કે આ ડીલ કેટલામાં થઈ છે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે લગભગ 50 ટકા હિસ્સો રતન ટાટાએ ખરીદી લીધો છે.

વાત કરવામાં આવે અર્જુનની તો તેમની હાલની ઉંમર માત્ર 18 વર્ષની છે. જેમણે જેનરિક રિટેઈલિંગ કંપની શરૂ કરી છે. જ્યારે તે 16 વર્ષના હતા ત્યારે તેમણે આ કંપનીની શરૂઆત કરી હતી.

કઈ રીતે કામ કરે છે અર્જુન ની કંપની


તે ઉત્પાદકો પાસેથી માલ લઈ સીધો જ રિટેલર ને માલ વેચે છે આ કારણે રિટેલર ની કમાણી લગભગ 20 ટકા વધી જશે. વર્તમાન કંપની રેવન્યુ લગભગ છ કરોડ રૂપિયા હતું અને આગામી ત્રણ વર્ષોમાં 150થી 200 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

આ રીતે મળી પ્રેરણા

અર્જુન કહે છે કે તેમને પોતાની માતા પાસેથી પ્રેરણા મળી છે જે ઇન્ટરનેશનલ ફાર્મ સાથે જોડાયેલ છે. તે પોતાની શાળાની રજાઓમાં અમેરિકા, વિયેતનામ અને દુબઈ જેવા દેશોમાં જતા હતા. આ દરમિયાન તેમણે આ કંપની ખોલવા નો વિચાર આવ્યો અને તેમણે ઘણા આયાતકારો, વિતરક અને આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ મળ્યા હતા. જેનાથી જાણકારી મળી કે અન્ય દેશમાં દવાઓ સસ્તી મળે છે. તેમણે જ્યારે માતા ને પૂછ્યું કે ભારતમાં દવાઓ મોંઘી કેમ તો જાણવા મળ્યું કે ભારતમાં મોટા ભાગની જેનરિક દવાઓ બ્રાન્ડ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે તે માટે તે મોંઘી મળે છે.

અર્જુન નું આ છે મિશન


જેનરીક કંપની દ્વારા અર્જુન દેશપાંડે એક મિશન ઉપર કામ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે વૃદ્ધો અને પેન્શન ધારકોને જરૂરિયાત ની દવાઓ ઓછી કિંમતમાં મળી રહે. તેઓ કહે છે કે લગભગ 60 ટકા લોકો દવાઓ મોંઘી હોવાના કારણે ખરીદી શકતા નથી. માટે તેઓ કિંમતને ઘટાડવા માંગે છે.

અર્જુન દેશપાંડેએ કોરોના સામે જંગ માટે પીએમ કેર ફન્ડમાં પોતાની ત્રણ મહિનાની સેલરી દાન કરી છે. તે સમયે પણ અર્જુનની ખૂબ જ ચર્ચા થઇ રહી હતી.

Post a comment

0 Comments