શું તમે જાણો છો ટીવીના આ ફેમસ સિતારા રિયલ લાઈફ માં છે ભાઈ-બહેન


સિનેમા જગત અને ટીવીની દુનિયાની વચ્ચે ખૂબ જ સારો એવો સંબંધ છે. એન્ટરટેઇમેન્ટ ના આ બંને માધ્યમ એ લોકોને પોતાની સાથે જોડીને રાખ્યા છે. ઠીક એવી રીતે બોલિવૂડ અને ટીવી જગતમાં ઘણા એવા સેલિબ્રિટી છે જે અસલ જિંદગીમાં સગા ભાઈ-બહેન છે અને ખૂબ જ પોપ્યુલર પણ છે પરંતુ દર્શક તેમના વિશે ખાસ વધુ જાણતા નથી. આજે અમે ટેલીવુડ અને બોલિવૂડના એવી ભાઈ બહેનની જોડી ઓ વિશે કહેવા જઈએ છીએ જે ખૂબ જ નામ કમાણા અને ઓડિયન્સ તેમના સંબંધથી અજાણ છે.

મહીકા વર્મા અને મીશકત વર્મા


સીરિયલ 'યે હે મોહબ્બતે' માં નજર આવી એક્ટ્રેસ મહીકા વર્મા ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ રહી છે. તે એ હૈ મોહબ્બત માં મહીકા એ ઈશિતા ભલ્લા ની બહેનનો રોલ નિભાવ્યો હતો પરંતુ મહીકા એ આ શો ને વચ્ચેજ છોડી દીધો હતો. NRI બિઝનેસમેન સાથે લગ્ન કર્યા પછી મહીકા અમેરિકામાં સ્થાયી થઈ ગઈ. મહીકા એ નાનાભાઈ મીશકત વર્મા પણ ટીવી ઇન્ડસ્ટ્રી નો જાણીતો ચહેરો છે. મીશકત સીરીયલ 'નિશા ઔર ઉસકે કજેન' મા ઘણી પસંદ કરવામાં આવ્યા હતા. તેમના સિવાય 'ઈચ્છાપ્યારી નાગીન' પણ નજર આવી ચુક્યા છે.

મહેર વિજ અને પિયુષ સહદેવ


ઘણા ઓછા લોકો જાણે છે કે ટીવી સીરીયલ થી લઈને બોલિવૂડ ફિલ્મોમાં નજર આવી ચુકેલી એક્ટ્રેસ મહેર વીજ ટીવી એક્ટર પિયુષ સહદેવ ની બહેન છે. સલમાન ખાન ની સુપરહિટ મુવી બજરંગી ભાઈજાન માં મહેર વીજ એ મુન્ની ની અમ્મી નો કિરદાર નિભાવ્યો હતો. મહેર આમિર ખાન ની ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર માં જાઈરા વસીમ ની અમ્મી નો કિરદાર નિભાવી ચુકી છે. મહેર આ ઘણી હિટ સિરિયલ્સ માં કામ કર્યું છે. મહેર પિયુષ સહદેવ ની નાની બહેન છે. પિયુષ જેનિફર વિંગેટ ની સિરિયલ્સ બેહદ માં નજર આવ્યા હતા. રિપોર્ટ્સ ના પ્રમાણે બંને ભાઈ બહેન ના સબંધ માં પર્સનલ લાઈફ ને લઈને થોડું મતભેદ છે અને બંને એકબીજા સાથે વધુ વાત કરવાનું પસંદ નથી કરતા.

ડેલનાઝ ઈરાની - બખ્તિયાર ઈરાની


ડેલનાઝ ઘણા હિટ બૉલીવુડ ફિલ્મો માં પોપ્યુલર કેરેક્ટર પ્લે કરી ચુકી છે. ત્યાંજ નાના ભાઈ બખ્તિયાર ઈરાની એ તેમની ઓળખાણ ડેલી સોપ્સ માં કામ કરતા બનાવી છે.

અલકા કૌશલ અને વરુણ બડોલા


ટીવી ની દુનિયા માં અલકા કૌશલ ને કોઈ પણ ઓળખાણ ની જરૂર નથી. અલકા ઘણી ટીવી સિરિયલ માં નેગેટિવ રોલ્સ માં નજર આવી ચુકી છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે અલકા કૌશલ ફેમસ ટેલિવિઝન એક્ટર વરુણ બડોલા ની મોટી બહેન છે.

આલોક નાથ અને વિનિતા મલિક


બૉલીવુડ અને ડેલી સોપ્સ ની દુનિયા ના સંકારી બાબુજી આલોક નાથ ઘણી સુપરહિટ ફિલ્મો માં અને સિરિયલ્સ માં અહમ ભાગ રહ્યા છે. પોતાના એક્ટિંગ કરિયર માં આલોકનાથ એ ઘણા યાદગાર કિરદાર નિભાવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આલોકનાથ સિરિયલ યે રિસ્તા ક્યાં કહેલાતા હૈ માં અક્ષરા સિંઘાનિયા ની દાદી નો રોલ પ્લે કરવા વાળી અભિનેત્રી વિનિતા મલિક ના ભાઈ છે.

કૃષ્ણા અભિષેક અને આરતી સિંહ


બિગ બોસ સીઝન 13 માં નજર આવી આરતી સિંહ, મશહૂર કોમેડિયન કૃષ્ણા અભિષેક ની બહેન છે.

રિદ્ધિ ડોગરા અને અક્ષય ડોગરા


રિદ્ધિ ડોગરા એ સિરિયલ 'મર્યાદા...લેકિન કબ તક' થી સિરિયલ્સ ની દુનિયામાં સફળતા મેળવી હતી.  રિદ્ધિ ના નાણાં ભાઈ અક્ષય ડોગરા પણ ટીવી ઇન્ડસ્ટ્રી માં કામ કરે છે.

અમૃતા રાવ અને પ્રીતિકા રાવ


ઇશ્ક વિશ્ક થી બૉલીવુડ માં ડેબ્યુ કરવા વાળી એક્ટ્રેસ અમૃતા રાવ ને કોણ નથી ઓળખતું. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે અમૃતા ની બહેન પ્રીતિકા એ પણ એક્ટિંગ ની દુનિયા માં પગ રાખ્યો હતો.

તનુશ્રી દત્તા અને ઇશિતા દત્તા


બંગાળી બ્યુટી તનુશ્રી દતા એ 2004 માં ફેમિના મિસ ઇન્ડિયા યુનિવર્સ નો ખિતાબ જીત્યો હતો. તનુશ્રી ની નાની બહેન ઇશિતા એ ઘણી બૉલીવુડ ફિલ્મો અને ડેલી સોપ્સ માં કામ કરી ચુકી છે.

અનુપમ ખેર અને રજુ ખેર


બૉલીવુડ ના દિગ્ગજ કલાકારો માંથી એક અનુપાન ખેર, જેમને કોઈ ઓળખાણ ની જરૂર નથી. એવુજ કહેવામાં આવે છે તેમના નાના ભાઈ રાજુ ખેર ના વિષે. જેમણે પોતાની ઓળખાણ સિરિયલ ની દુનિયામાં બનાવી છે.

અનિલ ધવન અને ડેવિડ ધવન


કોમેડી ફિલ્મ બનાવતા મશહૂર ડાયરેક્ટર ડેવિડ ધવન ને તો બધાજ લોકો જાણતા હશે. પરંતુ એ ઓછા લોકો જાણતા હશે કે તેમના નાના ભાઈ અનિલ ધવન પણ સિરિયલ ની દુનિયામાં કામ કરી ચુક્યા છે.

ગોહર ખાન અને નિગાર ખાન


એક્ટ્રેસ અને મોડલ ગોહર ખાન એ ટીવી અને મોડેલિંગ ની દુનિયા ની સાથે બોલીવુંડ માં ઘણું નામ કમાણી છે. ત્યાંજ તેમની નાની બહેન નિગાર ખાન એ ડેલી સોપ માં નામ કમાઈ છે.

શક્તિ મોહન, નીતિ મોહન અને મુક્તિ મોહન


મોહન સિસ્ટર્સ ની પોપ્યુલારિટી કોઈ ની છુપાયેલી નથી. નીતિ મોહન ના અવાજ નો જાદુ સંપૂર્ણ બૉલીવુડ માં છવાયેલો છે. ત્યાંજ તેમને નાની બહેન શક્તિ અને મુક્તિ મોહન એ ડાન્સ ની દુનિયામાં પોતાનું નામ કમાયા છે.

શરમન જોશી અને માનસી જોશી


બૉલીવુડ ના એક્ટર શરમન જોશી એ પોતાના ટેલેન્ટ ના દમ પર અલગજ મુકામ મેળવ્યો છે. તેમની મોટી બહેન માનસી જોશી પણ ઘણી સિરિયલ માં કામ કરીને પોતાનું નામ કમાઈ ચુકી છે.

રોહિત રૉય અને રોનિય રૉય


એક્ટર રોનિત રોય ટીવી ના દિગ્ગજ કલાકારો માંથી એક છે. બૉલીવુડ ના માં ખાસ કમાલ ના કરી શકવાના કારણે રોનિત એ નાના પડદા માં પોતાનો પગ રાખ્યો, અને ટીવી ઇન્ડસ્ટ્રી ના મોટા એક્ટર બન્યા. જયારે તેમના નાના ભાઈ રોહિત નાના પડદા ના મોટા એક્ટર માંથી એક છે.

Post a comment

0 Comments