સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નવી હોમ આઇસોલેશન ગાઇડલાઇન કરવામાં આવી જાહેર, જરૂર થી જાણો


દેશમાં કોરોના વાયરસ નું સંક્રમણ ખુબજ ઝડપથી વધી રહ્યું છે. કોરોના વાયરસ ના સંક્રમણ ને જોતા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાના સામાન્ય લક્ષણો વાળા દર્દી ને હોમ આઇસોલેશન માં રહેવાની છૂટ આપવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન અનુસાર કેટલીક શરતો પણ રાખવામાં આવી છે.

મંત્રાલયે કોરોના શંકાસ્પદ દર્દીઓને ત્રણ ભાગમાં વહેંચ્યા છે. બીજી શ્રેણી માં એવા દર્દી નો સામેવેશ કરવામાં આવ્યો છે જેમાં કોરોના ના લક્ષણો ઓછા છે તેમને કોરોના કેર સેન્ટર માં રાખવામાં આવ્યા છે. જેમને 3 કે 4 લક્ષણો દેખાય છે તેમને હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવે છે. ત્રીજા પ્રકારમાં જેમાં કોરોના લક્ષણ જોવા મળે છે એવા દર્દી ને કોરોના હોસ્પિટલમાં રાખવામાં આવે છે.

હોમ આઇસોલેશન માટે આ છે સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઇન

  • દર્દીની પાસે ઘરે આઇસોલેશન ની વ્યવસ્થા હોવી જરૂરી છે.
  • કોઈ પણ કોરોના સંક્રમિત હોમ આઇસોલેશનમાં ત્યારેજ જઈ શકે છે જયારે ડોકટર પોતાના રિપોર્ટમાં દર્દીને ઘરે જવા માટે ની મંજૂરી આપે છે.
  • હોમ આઇસોલેશન માં એક વ્યક્તિ 24 કલાક તેની સાથે રહેનારું હોવું જરૂરી છે.
  • સમયસર દર્દીની તાપસ થવી જરૂરી છે. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી ને રિપોર્ટ જાણ કરશે.
  • હોસ્પિટલની સાથેજ તેને દરેક સમયે કોન્ટેક્ટ રાખવાનો રહેશે.
  • નાની મોટી તકલીફ ની જાણકારી હોસ્પિટલને આપવાની રહેશે.
  • દર્દીના મોબાઈલ ફોન પર આરોગ્યસેતુ એપ હોવી જરૂરી છે.
  • સ્વાસ્થ્ય વિભાગ ની ટિમ પણ સમયાંતરે કોરોનાના દર્દીની તાપસ કરશે.
  • જે પણ દર્દી હોમ આઇસોલેશનમાં જશે તેમણે એક ફોર્મ ભરવાનું રહેશે અને સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી ગાઇડલાઇન નું પાલ કરવાનું રહેશે.

હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં કરાયો હતો ફેરફાર

બે દિવસ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના ના દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં પણ ફેરફાર કરાયા હતા. નવા ફેરફારો મુજવ હળવા કેસમાં ડિસ્ચાર્જ પહેલા ટેસ્ટિંગની જરૂરિયાતને સમાપ્ત કરી દેવામાં આવી છે. દર્દી માં જો લક્ષણ ન દેખાય અને સ્થિત સામાન્ય જણાય તો 10 દિવસ ની અંદર હોસ્પિટલ માંથી રજા આપી શકાય છે. ડિસ્ચાર્જ બાદ દર્દીએ હવે 14 દિવસની જગ્યા એ 7 દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. 14માં દિવસે ટેલી-કોન્ફરન્સ દ્વારા દર્દીનું ફોલો-અપ લેવામાં આવશે.

Post a comment

0 Comments