વેરાવળ ગીર-સોમનાથ માં ભૂકંપ ના આંચકા પગલે સ્થાનિકો ઘરની બહાર નીકળ્યા


એક બાજુ ગુજરાતમાં કોરોનાવાયરસ ફેલાઈ રહ્યો છે ત્યાં જ બીજી બાજુ સૌરાષ્ટ્ર ના વેરાવળ સોમનાથ સહિત ગીર સોમનાથ જિલ્લામાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનો અહેવાલ પ્રાપ્ત થયો છે. આ આંચકા 3:30 કલાકે અનુભવાયા હતા.

બપોરે અચાનક ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા અને તાત્કાલિક અસરથી બધા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે ભૂકંપને પગલે કોઇ પણ પ્રકારની જાનહાનિ થઈ હોવાની ઘટના બની નથી.

પોરબંદરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 3:30 કલાકે આંચકા અનુભવાતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. માંગરોળ થી 44 કીલોમીટર સાઉથ ઇસ્ટ ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું હતું.

Post a comment

0 Comments