કઈ રીતે શૂટ થયો પોપ્યુલર શો શક્તિમાન, જુઓ પડદા પાછળ ની આ ખાસ તસવીરોજુના જમાના ની સિરિયલ્સ ની સાથે મુકેશ ખન્ના ની શક્તિમાન પણ ટીવી ઉપર પાછી આવી ચુકી છે. એવામાં 90s બાળકોની ખુશી નું ઠેકાણું નથી રહ્યું ત્યાંજ નવી જનરેશન પણ ભારતના પહેલા સુપર હીરો જોવાનો અવસર મળી રહ્યો છે.


હિન્દી ટીવી ઇન્ડસ્ટ્રી એ ભારતને પહેલો સુપરહીરો શક્તિમાન આપ્યો હતો. ગંગાધર અને શક્તિમાન ના રૂપ માં મુકેશ ખન્ના બાળકોના ફેવરેટ બની ગયા હતા. હવે જયારે આ શો પાછો આવી ગયો છે ત્યારે મુકેશ ખન્નાએ થોડાક ફોટો શેર કર્યા છે.


મુકેશ ખન્નાએ ફોટો શેર કરતા કહ્યું છે કે તે સમયે પડદાની પાછળ કેવો હાલ હતો. ફોટોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે શૂટિંગ દરમ્યાન એક્ટર પોતાના શોટ્સ ને જોતા હતા.


તેમની સાથે એ જમાનામાં બાળકો અને શક્તિમાન સાથે ખૂબ જ પ્રેમ હતો અને તે તેમને જોવા માટે સેટ ઉપર આવી પહોંચ્યા હતા. આ ફોટોમાં તમે મુકેશ ખન્ના ને સેટ્સ ઉપર બાળકો સાથે ઘેરાયેલા જોઈ શકો છો.આ રીતે તૈયાર થતા હતા શક્તિમાન ના ખતરનાક વિલન. શક્તિમાન માં ખુંખાર વિલેન્સ નો કિરદાર નિભાવવા એક્ટર્સ પણ મજેદાર હતા. અહીં તમે તેમની મેકઅપ થતો જોઈ શકો છો.


બાળકોના ફેવરેટ હોવાના કારણે મુકેશ ખન્ના શક્તિમાન ના રૂપ માં ઘણા બાળકોને મળવા માટે જવું પડતું હતું. અહીં તે સ્કૂલના બાળકો સાથે પોઝ આપી રહ્યા છે.


અત્યાર સુધી તમે ઘણા ફિલ્મના સેટ પર એક્ટર અને ક્રૂ મેમ્બરને ક્રિકેટ રમતા જોયા હશે. શક્તિમાન ના સેટ પર પણ કઈક આવું જ થતું હતું મુકેશ ખન્ના અહીં ગંગાધર ના કોશ્ચ્યુમ ક્રિકેટ રમી રહ્યા છે.શૂટિંગ દરમિયાન પોતાને તડકાથી બચાવતા શક્તિમાન મુકેશ ખન્ના નો આવો હાલ હતો.


એક્ટર ટોમ ઓલ્ટર એ શક્તિમાન ના મહાગુરુ નો કિરદાર નિભાવ્યો હતો. મુકેશ ખન્ના એ તેમના સન્માનમાં ફોટો શેર કર્યો છે.


આ પોસ્ટ શેર કરીને મુકેશ ખન્નાએ કહ્યું કે શૂટિંગના પલ કેવા હતા. એવામાં ફોટો જોઈને એ તો સાફ છે કે મુકેશ અને શક્તિમાન ની ટીમ કઈ રીતે મહેનત કરતી હતી.

Post a comment

0 Comments