વન નેશન વન રાશન કાર્ડ, જાણો PM મોદી ની આ યોજના માં શું છે ખાસ


દેશમાં લોકડાઉન ના કારણે ઉત્પન થયેલા હાલતોને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહત પેકેજનું એલાન કર્યું હતું અને સાથે જ કહ્યું હતું કે તે વિત મંત્રી તેના પેકેજ વિશે વિસ્તારથી કહેશે. આ કડીમાં ગુરુવારે વિત મંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજની બીજા ભાગમાં દેશ ને કહ્યું તેમાં પ્રવાસી મજદૂરો થી લઇને ખેડૂતો અને રેકડી પર કામ કરવાવાળા લોકો માટે નવા 9 મોટા એલાન કરવામાં આવ્યા. આ 9 એલાન માંથી એક એલાન છે વન નેશન વન રાશન કાર્ડ યોજના. તેનાથી 83 ટકા આબાદી ને કવર કરવામાં આવશે. તેને ઓગસ્ટ 2020 સુધી નેશનલ પોર્ટેબિલિટી ના હેઠળ લાવવામાં આવશે પરંતુ સરકાર એ તેને સો ટકા સુધી લઇ જવાનું લક્ષ રાખેલું છે. જેને માર્ચ 2021માં પૂરું કરવામાં આવી શકે છે.

શું છે યોજના?

પહેલા જ્યારે આપણે રાશન માટે પોત-પોતાના રાજ્ય ના રાશનકાર્ડ મળતા હતા જેનાથી આપણે બીજા રાજ્યોમાં લાભ લઈ શકતા ન હતા. પરંતુ હવે આ રાશન કાર્ડ થી આપણે દેશના કોઇપણ રાજ્યમાં રાશન ખરીદી કરી શકીએ છીએ. તેમાં રાશન કાર્ડ ત્યાં જ રહેશે પરંતુ તમે તેમનો વપરાશ કોઈપણ જગ્યાએથી કરી શકો છો. પહેલા તે ગૃહરાજ્ય સુધી સીમિત હતું.


સરકારનો દાવો

સરકારે આ યોજનાને લાગુ કરતા જ કહ્યું કે તેનાથી ભ્રષ્ટાચાર અને ખોટા રાશનકાર્ડ ઓછા થશે. પહેલા લોકો રાશન ખરીદવા માટે ખોટી રીતે રાશન કાર્ડ બનાવતા હતા. ત્યાં જ હવે કોઈ પણ પ્રકારની સીમા અથવા તો નિયમોનું ઉલ્લંઘન નહીં થવા પર તે એક  રાશન કાર્ડ થી ક્યાંયથી પણ રાશન ખરીદી શકશે. જે રીતે કોઈપણ વ્યક્તિ મધ્યપ્રદેશનો છે તે કામ કરવા માટે હરિયાણા જાય છે તો ત્યાંથી તે પોતાના ગૃહ રાજ્ય નું રાશનકાર્ડ પહેલા વપરાશ કરી શકતો ન હતો એવામાં લોકો રાશન મેળવવા માટે ખોટી રીતે સ્થાનીય રાજ્યનું રાશન કાર્ડ બનાવી લેતા હતા. ત્યાં જ હવે એક જ રાશન કાર્ડ થી તમે દેશના અન્ય રાજ્યોમાં પણ લઈ શકો છો તેનાથી લોકોની મુશ્કેલીઓ ઓછી થશે અને ખોટી રીતે રાશન લેવાની ઝંઝટ પણ પૂર્ણ થશે.


આ રાજ્યો એ કર્યું લાગુ

પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે આ યોજના ને 1 જૂન 2020 થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. ત્યાં જ હવે તેને દેશમાં 17 રાજ્યોમાં લાગુ કરી દેવામાં આવી છે. તેને લાગુ કરવા વાળા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાના, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરલ, મધ્યપ્રદેશ, ગોવા, ઝારખંડ અને ત્રિપુરા જેવા રાજ્યો સામેલ છે. યોજના ને લાગુ કર્યા પછી ગરીબો ને ઘણી મદદ મળવાની ઉમ્મીદ છે.

Post a comment

0 Comments