પુલવામાથી પણ ભયંકર હુમલાનું હતું હતું આ ષડયંત્ર, પોલીસ અને સુરક્ષા દળો એ બનાવ્યું નિષ્ફળ


જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ફરીથી પુલવામા જેવા હુમલાની યોજના બનાવી રહ્યા હતા, જેને પોલીસ અને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવી દીધો. આ હુમલામાં સુરક્ષા દળોના 20 વાહનો નિશાના પર હતા જેમાં 400 જેટલા સીઆરપીએફ જવાનો હોત. પહેલા આ હુમલો જંગ-એ-બદરના દિવસે કરવાની યોજના હતી, પરંતુ ત્યારથી લઇને અત્યાર સુધી પોલીસે એકપણ સુરક્ષા ચૂક થવા દીધી નથી, જેના કારણે આતંકવાદીઓ તેમની યોજનામાં સફળ થઈ શક્યા નહીં. પોલીસે આ હુમલામાં ત્રણ આતંકવાદીઓ સામેલ થયાનો દાવો કર્યો છે. તેમાં પહેલું નામ આદિલ, બીજાનું ફૌજી ભાઈ છે. ત્રીજો કારનો ડ્રાઇવર હતો, જેની પોલીસ તપાસ કરી રહી છે. પુલવામા હુમલાની જેમ આ કેસની તપાસ પણ એનઆઈએને સોંપવામાં આવી છે.

જંગ-એ-બદર શું છે

રમજાનના 17 મા રોજાને જંગ-એ-બદર તરીકે ઓળખવામાં આવે છે. તે દિવસે જ ઇસ્લામ માટે પ્રથમ યુદ્ધ લડવામાં આવ્યું હતું. જંગ-એ-બદર ઇ.સ. 624માં મદીનામાં લડાયું હતું. આ યુદ્ધમાં એક બાજુ મક્કાના કુરૈશ કબિલાના લગભગ 1000 મોટા-મોટા યોદ્ધાઓ અને બીજી બાજુ પયગંબર અને તેમના 313 સાથીઓ એવું કહેવાય છે. તેમાંથી મોટાભાગના લોકો પહેલાં ક્યારેય યુદ્ધ લડયા નહોતા.

આરબ ક્ષેત્રમાં આ લડાઈ અનિષ્ટની વિરૂદ્ધ થઇ હતી પરંતુ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ આ દિવસે હુમલો કરવાનું કેટલીય વખત પસંદ કરી ચૂકયા છે. કાશ્મીરમાં કથિત ‘સ્વતંત્રતા’ ના નામ પર થઇ રહેલા આતંકી હુમલા પણ તેનો જ હિસ્સો છે. આતંકવાદીઓ અીં આ દિવસને એટલા માટે પણ પસંદ કરે કારણ કે જંગ ‘આઝાદી’ની ના થઇઇ ઇસ્લામની થતી જઇ રહી છે. આ વાતને મજબૂત કરતું એક તથ્ય પણ છે. પુલવામા આતંકી હુમલામાં CRPFના 44 જવાનોને શહીદ કરનાર જૈશ-એ-મોહમ્મદના આતંકી આદિલ અહમદ ડારે પોતાના છેલ્લાં મેસેજમાં એ વાત સ્પષ્ટ કહી હતી કે તેમનો જંગ કાશ્મીરની આઝાદી માટે નહીં પરંતુ ઇસ્લામ માટે છે.

આતંકીઓ દ્વારા 400 સૈનિકોને નિશાન બનાવવા પર

પોલીસને આશંકા છે કે જૈશનું લક્ષ્ય સીઆરપીએફના 400 જવાનો હતા. ગુરુવારે શ્રીનગરથી સીઆરપીએફની 20 ગાડીઓનો કાફલો શ્રીનગરથી જમ્મુ પહોંચ્યો છે.

પ્લાનમાં સામે હતા આતંકી ‘ફૌજી ભાઇ’ અને આદિલ

કાશ્મીર પોલીસના આઈજી વિજયકુમારે કહ્યું કે તેમને પહેલેથી જ ઇનપુટ મળી રહ્યા હતા અને તેઓ સંપૂર્ણપણે તૈયાર હતા. બુધવારના રોજ ઇનપુટ મળ્યા બાદ તેમણે ઠેર-ઠેર નાકાબંધી કરી હતી. સેન્ટ્રો કાર જેના ઇનપુટ પોલીસ પાસે હતા તેને નાકા પર રોકવાનું કહ્યું. તે ના રોકાતા ફાયરિંગ કર્યું પછી આતંકી ગાડી છોડીના ભાગી ગયા. અંધારાનો ફાયદો ઉઠાવીને તેઓ કયાંક ગાયબ થઇ ગયા. સવારે બોમ્બ સ્કોડ આવ્યું તો ગાડીમાં આઇઇડી મળ્યું. વિજય કુમારના મતે આ ષડયંત્રમાં જૈશના પાકિસ્તાની કમાન્ડર ફૌજી ભાઇ સામેલ છે. તેમની ઉંમર અંદાજે 45 વર્ષ કહેવાય છે. આદિલ નામનો કોઇ આતંકી પણ તેમાં સામેલ હતો જે હિઝબુલ અને જૈશ બંને માટે કામ કરે છે. આદિલ ડાર નામનો શખ્સ જ પુલવામા આતંકી હુમલામાં સામેલ હતો.

Post a comment

0 Comments