આ રાજ્ય માં લોકડાઉન ની સાથે થોડી રાહત, ચા સાથે સ્ટેન્ડઅલોન દુકાનો ખોલવાની છૂટ


તમિલનાડુ સરકારે કોરોનાવાયરસ સંકટ અને લોકડાઉન 3 ની વચ્ચે પ્રદેશના લોકો ને થોડીક વધુ ક્ષેત્ર માં રાહત આપી છે. પ્રદેશ સરકારે ઘોષણા કરી છે કે લોકો ચા, કપડા તેમજ અન્ય દુકાનો પણ ખોલી શકશે પરંતુ સોશિયલ ડિસ્ટેંસીન્ગ ના નિયમોનું પાલન પહેલાની જેમ કરવું પડશે.

તમિલનાડુ સરકારે તરફથી જારી કરવામાં આવેલા આ આદેશમાં રેડ ઝોનને છોડીને અન્ય ક્ષેત્રોમાં વધુ રાહત આપવાની ઘોષણા કરવામાં આવી છે. સરકારે 11 મેં થી ચાની દુકાન, કપડા ભંડાર, હાર્ડવેરની દુકાનનો ની સાથે સ્ટેન્ડ અલોન દુકાન ખોલવાની પરમિશન આપી છે.


પરંતુ પહેલા ની જેમ લોકોને દુકાનમાં બેસીને ચા ની ચૂસકી આનંદ ઉઠાવી શકશે નહીં એટલે કે દુકાનમાં બેસીને ચા પીવા ઉપર પહેલાની જેમ રોક લગાવવામાં આવી છે.

સરકારે સોમવાર થી પુરા તમિલનાડુમાં કરિયાણા અને શાકભાજીની દુકાનો ખુલી રાખવાનો સમય સાંજે પાંચ વાગ્યાથી વધારીને સાત વાગ્યા સુધીનો કરી દીધો છે. કરિયાણા અને શાકભાજીની દુકાન સવારે છ વાગ્યાથી ખોલી શકાય છે.

તેના પહેલા એક આધિકારિક વિજ્ઞાપિત માં કહેવામાં આવ્યું શનિવારે નીજી કંપનીઓ એ 33 ટકા કર્મચારીઓની સાથે કામ કરવાની અનુમતિ આપવામાં આવી છે.

કહી દઈએ કે દેશભર માં કોરોના સંકટ ને ધ્યાનમાં રાખતા લોકડાઉન 3.0 લાગુ છે. તમિલનાડુમાં કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં પ્રભાવિત છે. મહારાષ્ટ્ર, દિલ્લી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળની જેમ જ તમિલનાડુ પણ કરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

તેમ છતાં પણ સરકારે લોકોની મુશ્કેલી ને ધ્યાનમાં રાખતા છૂટછાટ આપી દીધી છે પરંતુ લોકોને સોસીયલ ડિસ્ટેંસીન્ગ ના નિયમોનું પાલન કરતા રહેવાનું કહેવામાં આવ્યું છે.

Post a comment

0 Comments