આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 29 મેં સુધી લંબાવાયું લોકડાઉન


દેશ માં વધી રહેલા કોરોના વાયરસ ના કહેર વચ્ચે હવે તેલંગાણા સરકારે એક મોટો નિર્ણય લઇ લીધો હતો. તેલંગાણા ના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ KCR એ જણાવ્યું હતું કે રાજ્યમાં લોકડાઉન નો સમયગાળો વધારી ને 29 મેં સુધી કરવામાં આવ્યો છે.

7 કલાક ચાલેલી આ કેબિનેટ બેઠક બાદ મુખમંત્રી ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે લોકો ઈચ્છી રહ્યા છે કે લોકડાઉન લંબાવવા માં આવે, આ અંગે પ્રધાનમંત્રી મોદીને પણ જાણ કરવામાં આવી છે. કેસીઆર એ જણવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા રેડ ઝોનમાં પણ દુકાનો ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે પરંતુ હૈદરાબાદ, મેડચલ, સૂર્યપેટસ વિકરાબાદમાં કોઈપણ દુકાનો ખોલવામાં આવી નથી.


મુખ્યમંત્રી કેસીઆર એ કહ્યું કે જાણતાને જરૂરી ચીજવસ્તુઓની ખરીદી સાંજના 6 વાગ્યા સુધી માં પૂર્ણ કરી લેવી જોઈએ અને વહેલી તકે તેમના ઘરે પહોંચવું જોઈએ. સાંજે 7 વાગ્યા થી રાજ્ય માં કર્ફ્યુ રહેશે. તેમણે એ પણ જણાવ્યું હતું કે આ પછી જો કોઈ પણ વ્યક્તિ બહાર જોવા મળેશે તો પોલીસ કાર્યવાહી કરશે. હાલ દેશ માં 17 મેં સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે તેલંગાણામાં અત્યાર સુધી માં કોરોના વાયરસ ના 1096 કેસ નોંધાયા છે. જેમાં 439 લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે. જયારે 628 દર્દી ઓ સાજા થઇ ગયા છે અને તમને રજા આપી દેવામાં આવી છે.

Post a comment

0 Comments