વિશાખાપટ્ટનમ માં જેરી ગૈસ એ મચાવી તબાહી, રસ્તા પર બેભાન થઇ ને પડ્યા લોકો


આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ એલજી પોલીમર ઉદ્યોગમાં રાસાયણિક ગેસ લીક થવાથી એક મોટો હાદસો થયો. આરઆર વેંકટપુરમ ગામ માં ગુરુવારે સવારે આ ઘટનામાં આઠ થી વધુ લોકોનું મૃત્યું થઈ ગયા. જ્યારે 800થી વધુ લોકો હોસ્પિટલમાં ભરતી છે. હાલ ગેસ ના લીકેજ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.


ગેસ લીક થયા પછી રસ્તા પર જઈ રહેલા લોકો બેભાન થઈને પડવા લાગ્યા. ઘટનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ એનડીએમએ આપાત બેઠક પણ બોલાવાઇ. બેઠકમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ અને રાજનાથ સિંહ પણ હાજર રહ્યા.


ગેસની ચપેટ માં આવનારા લોકો માં બાળકો પણ છે. તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. મરવા વાળા માં એક બાળકી પણ સામેલ છે.


આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડી બીમારો ને મળવા માટે હોસ્પિટલ રવાના થયા. ઘટના પછી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. કંપનીની આસપાસના પાંચ ગામ ખાલી કરાવી દેવામાં આવ્યા.


આરઆર વેંકટપુરમ માં સ્થિત એલજી પોલિમર કંપની થી ખતરનાક જેરી ગેસ લીક થવાના કારણે કંપનીની આસપાસના ત્રણ કિલોમીટર સુધી આ વિસ્તારને પ્રભાવિત છે.


ગેસ લીક થવાનું કારણ હજુ સુધી ખબર પડી શકી નથી. આ ઘટના ઉપર પહોંચેલા વિશાખાપટ્ટનમ ના જિલ્લા અધિકારી વિનય ચંદ એ કહ્યું કે થોડાક લોકોને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હતી તેમને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના ઉપર દુઃખ જતાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ઘટનાના સબંધ માં ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ અધિકારીઓ સાથે વાત કરી છે. ઘટના ની જાંચ કરવામાં આવી રહી છે. હું વિશાખાપટનમ માં બધાની સુરક્ષા અને ભલાઈ માટે પ્રાર્થના કરું છું. તેમણે તેમને લઈને આપાત બેઠક પણ બોલાવી. ત્યાં જ કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે કહ્યું કે વિજાગમાં ગેસ લીક નિ ઘટના પરેશાન કરવાવાળી છે અમે લગાતાર તેની પાસેથી ઘટનાની જાંચ કરી રહ્યા છીએ.


ગેસ લીક થયા પછી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. ઘટના પર એનડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ લગાવવામાં આવી ને ગામમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓ લોકોને ઘર થી બહાર નીકળવાની અપીલ કરી રહ્યા છે.

Post a comment

0 Comments