ઘરમાં બેસીને કંટાળી ગયો યુવક, દીવાલ માં પાડ્યું કાણું તો મળી આવ્યું આટલા વર્ષ જૂનું


લોકડાઉનમાં લોકો સમય પસાર કરવા માટે અલગ અલગ રીત અપનાવતા રહે છે. ઘણા લોકો પેઇન્ટિંગ કરી
રહ્યા છે તો ઘણા લોકો નવી નવી ડિશ બનાવવાનું શીખી રહ્યા છે. તેમના સિવાય પણ ઘણા લોકો એવા છે જે કંઈક અલગ કરવાની કોશિશ કરી રહ્યા છે. બ્રિટન ના ડેવોન મા રહેવાવાળા એક વ્યક્તિ એ કંઈક અલગ કરવાની કોશિશ કરી. તે ઘરે બેસીને કંટાળી ચૂક્યો હતો એટલા માટે ઘરની દીવાલમાં કાણું પાડવાનું શરૂ કર્યું પરંતુ તેમને શું ખબર હતી કે તેમને આવું કરવાથી વર્ષો સુધી છુપાયેલો એક રહસ્ય તેમની સામે આવી જશે.

વ્યક્તિનું નામ જૈક બ્રાઉન છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમણે પોતાના ઘરની એક દિવાલ થોડીક અજીબ લાગી રહી હતી એટલે કે બાકીની દીવાલોથી બિલકુલ અલગ. એવામાં જૈક એ અંદર તેમના વિશે જાણવાની ઉત્સુકતા જાગી. એટલા માટે તેમણે ડ્રીલીંગ મશીન ની મદદથી દિવાલમાં એક નાનકડું કાણું કર્યું અને ટોર્ચ લાઈટ થી કાણા ની અંદર જોવા નો પ્રયાસ કર્યો. અંદરનો નજારો જોઇને તેમના હોશ ઉડી ગયા.

જૈક એ જોયું કે રોશની તેમના ઘરની દિવાલ થી ઘણી દૂર સુધી નજર આવી રહી છે. હવે જૈક ના મનમાં તેમના વિશે જાણવાની વધુ તીવ્ર ઈચ્છા જાગી અંદર કયું રહસ્ય છુપાયેલું છે. એટલા માટે તે દિવાલમાં એક મોટું કાણું કરવા લાગ્યો જેનાથી તે સરળતાથી બધું જ જોઈ શકે અને દિવાલ ની પેલી પાર જઈ શકે.


ડ્રીલીંગ મશીન ની મદદથી થોડા સમયમાં જ એ દીવાલ માં એક મોટું છેદ કરી નાખ્યું અને તેમાં અંદર જઈને તેમણે જોયું અને હેરાન રહી ગયો કે અંદર ખૂબ જ મોટી ખાલી જગ્યા પડેલી છે. જે વર્ષોથી છુપાયેલી હતી. આ એક સુરંગ હતી શોધખોળ દરમિયાન ખબર પડી કે સુરંગ ખુબજ મોટી અને ઘણી જૂની છે. ઓછામાં ઓછી 120 વર્ષ જૂની. સુરંગ ની અંદર મળેલા અખબારના ટુકડા થી ખબર પડી કે લગભગ 50 વર્ષથી બંધ છે.


રિપોર્ટ પ્રમાણે 120 વર્ષ જૂની આ સુરંગ નો વપરાશ વર્ષો પહેલા પેન્ટના જુના ડબ્બા અને નિર્માણ કાર્ય સાથે જોડાયેલા સામાનને રાખવા માટે કરવામાં આવતો હતો. જૈક ને તેમની સાથે જોડાયેલા આ પ્રકારના ઘણા સમાન મળ્યા. તેમના સિવાય તેમને એક જૂની સાયકલ પણ મળી. જેકે કહ્યું કે હજુ સુધી તેમણે વિચાર્યું નથી કે સુરંગ નો વપરાશ કઈ રીતે કરવો.

Post a comment

0 Comments