ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, રાજ્યના પોરબંદર સહિતના બંદરે અપાયા અલર્ટ


ગુજરાતને માથે કોરોનાનું તાંડવ ચાલુ છે ત્યારે ઓર એક કુદરતી આફત ઉતરી આવે તેવી સંભાવના પેદા થઈ છે. વાવાઝોડુ ગુજરાત માથે ત્રાટકવાની શક્યતા છે. જેના ભાગ રૂપે પોરબંદરના બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. અરબી સમુદ્રમાં લો પ્રેસરને કારણે આ સિગ્નલ અપાયા છે. કંડલા, દ્વારાકા, મોરબીને પણ વાવાઝોડુ ઘમરોળી શકે છે.

અરબી સુમદ્રમાં ડિપ્રેશન સર્જાતા પોરબંદર, દ્વારકાના ઓખા બંદર સહિતના બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આગામી 12 કલાકમાં ડિપ્રેશન ડીપ ડિપ્રેશનરમાં ફેરાય તેવી શક્યતા છે. ત્યારે હવે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા 1 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે.
વાવાઝોડુ આગામી 4 અને 5મી જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ ફંટાય તેવી દહેશત છે. આ વાવાઝોડું કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે.

અગાઉ  વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ જવાનું હતું. પરંતુ અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હવે આ વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના 120 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

Post a comment

0 Comments