Ticker

6/recent/ticker-posts

ઉતરન થી ફેમસ થયેલી અભિનેત્રી ટીના દત્તા, અસલ જિંદગી માં છે આટલી કુલ


બોલિવૂડ અભિનેત્રી ટીના દત્તા એ ટીવી અભિનેત્રીઓમાંની એક છે જેણે નાના પડદા પર પુત્રવધૂ તરીકેની ઓળખ બનાવી હતી. ટીવી સિરિયલ ઉતરન થી ટીવી જગતમાં પોતાની ખાસ ઓળખ બનાવનાર ટીના દત્તા આજકાલ તેની તસવીરોને કારણે ચર્ચામાં છે.


હાલમાં જ તેણે બ્લેક મોનોકની માં ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું અને હવે તેણે તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેના કારણે તે ખબરોમાં છે.


ટીના દત્તા ઘણા સમયથી બોલ્ડ તસવીરો શેર કરી રહી છે, જે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.


બહુ ઓછી ટીવી અભિનેત્રીઓને આવું બોલ્ડ ફોટોશૂટ કરાવતી જોવા મળે છે, પરંતુ ટીનાનું માનવું છે કે તે હવે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માંગે છે અને અભિનયમાં પ્રયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે.


ટીના દત્તા ને તેના ચાહકો ટીવી સીરીયલ ઉત્તરનના મુખ્ય પાત્ર ઈચ્છા ના રૂપ માં ઓળખે છે. આ પછી, ટીનાએ ઘણા ટીવી શોમાં પત્નીની ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં તે સુપરનેચરલ થ્રિલર ડાયનમાં નજર આવી હતી.

Post a comment

0 Comments