Ticker

6/recent/ticker-posts

એક એવી ખૂબી ના કારણે રાજ કુન્દ્રા પર ફિદા થઇ હતી શિલ્પા શેટ્ટી, બીજી પત્ની બનવા માટે થઇ ગઈ હતી તૈયાર


શિલ્પા શેટ્ટી 45 વર્ષની થઈ ગઈ છે. 8 જૂન 1975 માં જન્મેલી શિલ્પાએ 27 વર્ષ પહેલાં આવેલી ફિલ્મ 'બાઝીગર' થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમાં શાહરૂખ ખાન અને કાજોલ મુખ્ય ભૂમિકામાં હતા. શિલ્પાએ લગભગ 15 વર્ષ બોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યા પછી 22 નવેમ્બર, 2009 ના રોજ ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા. શિલ્પાના આ પ્રથમ લગ્ન હતું, જ્યારે રાજ કુન્દ્રાનું બીજા લગ્ન. રાજે શિલ્પા પહેલા 2003 માં કવિતા સાથે લગ્ન કર્યા હતા. જોકે બાદમાં બંનેના છૂટાછેડા થયા હતા.


શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની પહેલી મુલાકાત લંડનમાં થઈ હતી. રિયાલિટી શો બિગ બ્રધર (2007) જીત્યા બાદ શિલ્પા લંડનમાં લોકપ્રિય થઈ હતી, જ્યારે રાજ વ્યવસાય જગતમાં પણ પ્રખ્યાત હતા. બંને શિલ્પાની પરફ્યુમ બ્રાન્ડ એસ 2 ના પ્રમોશન દરમિયાન મળ્યા હતા.


રાજ કુંદ્રાએ શિલ્પાની પરફ્યુમ બ્રાન્ડને પ્રમોટ કરવામાં મદદ કરી. શિલ્પાને રાજનો મૈત્રીપૂર્ણ સ્વભાવ ખૂબ ગમ્યો અને તેણે તેને દિલથી પ્રેમ કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે બંનેએ ડેટિંગ શરૂ કરી દીધી.


સગાઈમાં રાજ કુંદ્રાએ શિલ્પાને 3 કરોડ રૂપિયાની વીંટી પહેરાવી હતી. રિંગમાં 20 કેરેટ હાર્ટ આકારનો હીરા હતો. જણાવી દઈએ કે રાજે શિલ્પાને 2018 માં એક સરપ્રાઈઝ ગિફ્ટમાં રેંજ રોવર વોગ કાર ભેટમાં આપી હતી. શિલ્પાની નવી રેન્જ રોવરની કિંમત લગભગ 2 કરોડ છે.


શિલ્પા શેટ્ટી લગ્ન પછી જ્યાં પણ જાય છે, ત્યાં તેના પતિની અમીરીની ચર્ચાઓ થાય છે. જો કે, શિલ્પાના પતિ રાજ કુંદ્રા લંડનના મોટા ઉદ્યોગપતિ છે. જોકે રાજની પહેલી પત્ની કવિતાએ આરોપ લગાવ્યો હતો કે શિલ્પાએ પૈસા માટે રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા.રાજ કુન્દ્રાએ શિલ્પાને પ્રથમ લગ્નની વર્ષગાંઠ પર દુબઇમાં બુર્જ ખલીફાના 19 મા માળે એપાર્ટમેન્ટ ભેટ કર્યું હતું. અહેવાલો અનુસાર, આ એપાર્ટમેન્ટની કિંમત લગભગ 50 કરોડ છે. એટલું જ નહીં, રાજ ઇંગ્લેન્ડમાં શિલ્પાને બંગલો પણ ગિફ્ટ કર્યો છે. આ બંગલાની કિંમત 51.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.


રાજે શિલ્પાને બ્લુ કલરની લેમ્બોર્ગિની કાર પણ ગિફ્ટ કરી છે. આ કારની કિંમત 3 થી 5 કરોડની વચ્ચે છે. આ સિવાય શિલ્પાને મુંબઇમાં સી-ફેસિંગ વિલા પણ ગિફ્ટ મળેલો છે. આ વિલાનું નામ છે 'કિનારા'. 2012 માં, રાજે નોઈડાના સુપરનોવા બિલ્ડિંગમાં 3000 ચોરસ ફૂટનો ફ્લેટ લીધો હતો, જે તેણે પત્નીને ભેટ આપ્યો હતો.

2018 માં દશેરા નિમિત્તે શિલ્પાને એપલ સિરીઝ 4 વોચ ગિફ્ટ મળી હતી. શિલ્પાએ એક વીડિયોમાં જણાવ્યું હતું કે દશેરાના વિશેષ પ્રસંગે તેને ગિફ્ટમાં એક એપલ વોચ મળી હતી. આ ઘડિયાળની કિંમત 50 હજાર રૂપિયા છે.


રાજ કુંદ્રા પહેલાં શિલ્પા શેટ્ટીનું અક્ષય કુમાર સાથે અફેર હતું. અક્ષયે શિલ્પા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ તે દરમિયાન, શિલ્પાને ખબર પડી કે અક્ષય તેની સાથે ધોકો કરી રહ્યો છે. અક્ષયનું તે જ સમયે રવિના સાથે પણ અફેર હતું.


અક્ષયની સત્યતા જાણ્યા પછી બંને છૂટા પડ્યાં. બ્રેકઅપ પછી, શિલ્પાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અક્ષયે તેનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ બંને છુટા પડી ગયા. જોકે હવે બંને વચ્ચે સામાન્ય સંબંધ છે. અક્ષય-શિલ્પાએ ને 'મેં ખિલાડી તુ અનારી' (1994), 'ઇન્સાફ' (1997), 'જાનવર' (1999), 'ધડક' (2000) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.


શિલ્પાએ 'આગ' (1994), 'હાથકરી' (1995), 'હિંમત' (1996), 'ઔજાર' (1997), 'ધડક' (2000), 'રિશ્તે' (2002), 'દસ' (2005), 'લાઇફ ઇન મેટ્રો' (2007) સહિતની અન્ય ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે 2007 માં આવેલી ફિલ્મ 'અપને'માં જોવા મળી હતી. 2014 માં તેણે 'ઢીકિયાઉ' ફિલ્મ બનાવી, જે ફ્લોપ રહી.


શિલ્પા જલ્દી 'નિકમ્મા' અને 'હંગામા 2' ફિલ્મોમાં જોવા મળશે. આ બંને ફિલ્મો હાલમાં પ્રી-પ્રોડક્શનમાં છે.

Post a comment

0 Comments