બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર આજકાલ ચર્ચા માં છે. પીએમ કેરેસ ફંડમાં 25 કરોડનું દાન અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી રાહત ભંડોળમાં આર્થિક સહાય આપવા ઉપરાંત અક્ષય જરૂરીયાતમંદો માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છે.
હવે ફરી એકવાર અક્ષય ચર્ચામાં છે. જોકે, આ વખતે સમાચારમાં અક્ષયના સમાવેશ નું કારણ તેની દાન નહીં પરંતુ તેની કમાણી છે. જેના કારણે અક્ષય કુમારે ફરી એકવાર દુનિયાના 100 સૌથી વધુ કમાણી કરનાર સેલેબ્સની યાદીમાં એન્ટ્રી મેળવી છે.
અહેવાલો અનુસાર, બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે ફોર્બ્સ 2020 (FORBES 2020) માં વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી હસ્તીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. ખાસ વાત એ છે કે ફોર્બ્સની આ સૂચિમાં અક્ષય એકમાત્ર ભારતીય સેલિબ્રિટી છે. અક્ષય કુમારે ગયા વર્ષે કેસરી, મિશન મંગલ, હાઉસફુલ 4 અને ગુડ ન્યૂઝ જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી.
આ ફિલ્મો અને જાહેરાતોએ અક્ષયને અંદાજે 48.5 મિલિયન ડોલર (લગભગ 365 કરોડ રૂપિયા) ની કમાણી કરી છે, જેણે તેમને આ યાદીમાં 52 મા ક્રમ માં મુકવામાં આવ્યા છે. અક્ષયે બ્રાન્ડ પિટ અને ટોમ ક્રુઝ જેવા હોલીવુડના ટોપ સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા છે.
આ સૂચિમાં મેકઅપ મોગુલ કાઇલી જેનર (Kylie Jenner) ના ટોચ પર છે, જેની અંદાજીત કમાણી 590 મિલિયન ડોલર (આશરે 4,453 કરોડ રૂપિયા) છે, તમને જણાવી દઈએ કે ગયા વર્ષે આ સૂચિમાં અક્ષય કુમાર 33 મા ક્રમે હતા. એટલે કે આ વર્ષે અક્ષયે 19 સ્થાનનું નુકશાન થયું છે.
અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અક્ષય કુમારને નુકસાન કોરોનાવાયરસના લોકડાઉનને કારણે થયું છે. વર્ષ 2019 ની સૂચિમાં અક્ષયની અંદાજિત કમાણી 65 મિલિયન (લગભગ 490 કરોડ રૂપિયા) હતી.
ફોર્બ્સની સૂચિમાં અક્ષયની ડિજિટલ ડેબ્યૂ સિરીઝ 'ધ એન્ડ' માટે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈવ વીડિયો સાથેના કરારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 'ધ એન્ડ' એક મોટું કારણ છે જેના કારણે અક્ષયને આ વર્ષે સૌથી વધુ પેઈડ મેળવનારા અભિનેતાઓની સૂચિમાં સ્થાન આપવામાં આવ્યું છે.
0 Comments