સકારાત્મક કહાની - ઉભો ના રહીશ અજય આગળ વધતો રહે, વાંચવા જેવું અદભુત કહાની


અજય છેલ્લા ચાર-પાંચ વર્ષથી પોતાના શહેરમાં થતી મેરેથોનમાં ભાગ લેતો હતો, પરંતુ ક્યારેય પણ તેણે પોતાની આ રેસ પૂર્ણ કરી હતી નહીં.

આ વખતે અજય એક્સાઈટેડ હતો કેમકે છેલ્લા ઘણા મહિના થી દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને તેને પૂર્ણ ભરોસો હતો કે તે આ વર્ષ ની મેરેથોન રેસ જરૂરથી પુરી કરી લેશે.

જોતજોતામાં મેરાથોન નો દિવસ પણ આવી ગયો અને એક આવાજ ની સાથે રેસ શરૂ થઈ ગઈ. બાકી હરીફો ની જેમજ અજય પણ દોડવાનું શરુ કરી દીધું.

તે ખૂબ જ જોશથી ભરાયેલો હતો અને ખૂબ જ સારી રીતે દોડી રહ્યો હતો. પરંતુ અડધી રેસ પૂરી કર્યા પછી અજય ખુબજ થાકી ગયો અને તેમના મનમાં આવ્યું કે બસ હવે ત્યાં જ બેસી જાશે.


તે એવું વિચારી રહ્યો હતો કે ત્યારે તેણે પોતાને જ લલકાર્યો.

ઉભો ના રહીશ અજય આગળ વધતો રે. જો તું દોડી ના શકે તો કંઈ વાંધો નહીં પરંતુ જૉગ કરતા તો આગળ વધી શકે છો આગળ વધ.

અને અજય પહેલા ની અપેક્ષા ધીમી ગતિએ આગળ વધવા લાગ્યો.

થોડા કિલોમીટર આ રીતે દોડીયા પછી અજય ને લાગ્યું કે તેમના પગ હવે વધુ આગળ નહીં વધી શકે. તે ડગમગવા લાગ્યો. અજય ની અંદર થી વિચાર આવ્યો હવે બસ હવે આગળ નહીં વધી શકુ.

પરંતુ ફરી એકવાર અજય એ પોતાના મન ને સમજાવ્યુ.

ઉભો ના રહીશ અજય જો તું જોગ ના કરી શકે તો કાંઈ નહીં પરંતુ ચાલી તો શકીશ ને તો ચાલતો રહે.

ઘણા હરીફો અજય થી આગળ નીકળી ચૂક્યા હતા અને જે પાછળ હતા તે પણ ઘણી સરળતાથી તેમને પાર કરી રહ્યા હતા. અજય તેમને આગળ જવા દેવા સિવાય કંઈપણ કરી શકે તેમ ન હતો. ચાલતા ચાલતા અજયને ફિનિશિંગ પોઇન્ટ દેખાવા લાગ્યો અને ત્યારે જ અચાનક ડગમગી ને પડી ગયો. તેમના ડાબા પગની નસો ખેંચાઇ ગઇ હતી.



હવે કંઈ પણ થાય પણ હું આગળ નહીં વધી શકું. જમીન ઉપર પડેલા અજય મનમાં વિચાર આવ્યો.

પરંતુ આગળના પલમાં જ તેણે જોરથી રાડ નાખી.

નહીં આજે કઈ પણ થઈ જાય હું આ રેસ પૂરી કરીને જ રહીશ. મારી આ જીદ છે હું ભલે ચાલી નહીં શકતો પરંતુ ઢસડાતો ઢસડાતો આ રેસને પુરી જરૂરથી કરીશ.

અજય એ સાહસ દેખાડ્યો અને એકવાર ફરી અસહનીય પીડા સહન કરતા આગળ વધવા લાગ્યો અને આ વખતે તે એ રીતે આગળ વધતો રહ્યો કે તે ફિનિશિંગ લાઇન પાર કરીલે.

અને લાઇન પાર કરતાની સાથે તે જમીન ઉપર સૂઈ ગયો તેમની આંખોમાં આંસુ વહી રહ્યા હતા.

અજય રેસ પુરી કરી લીધી હતી તેમના ચહેરા ઉપર એટલી ખુશી અને મનમાં એટલે સંતુષ્ટિ ક્યારેય આવી ન હતી. આજે અજય એ પોતાના ચાલતા રહેવાના જીદના કારણે ફક્ત એક રેસ પૂરી કરી હતી. પરંતુ જિંદગીની બાકી રેસ માટે પોતાને તૈયાર કરી લીધો હતો.

મિત્રો ચાલતા રહેવાની જીદ આપણને કોઈ પણ મંઝિલ સુધી પહોંચાડી શકે છે. કંઈપણ આડુ આવે પરંતુ હાર ન માનો.

નહીં છતાં પણ ઘણીવાર પરિસ્થિતિ એવી થઈ જતી હોય છે કે તમે ઘણું બધું નથી કરી શકતા પરંતુ આવી પરિસ્થિતિ અને કંઈ પણ ના કરવાનું બહાનું ના બનાવો.

વરસાદ થઈ રહ્યો છે તમે 10 કસ્ટમરને નહીં મળી શકો પરંતુ બે અથવા તો ૩ ને તો મળી શકશો.

જો આવું કરશો તો તમે પણ અજય ની જેમ જ પોતાની જિંદગીની રેસ જરૂર પૂરી કરી શકશો અને પોતાના અંદર તે ખુશી અને સંતુષ્ટ અને મહેસૂસ કરી શકશો. જે ફક્ત ચાલતા રહેવાની જીદ થી આગળ આવે છે.

Post a comment

0 Comments