બાજરા ની ખીચડી - ચોખા ની ખીચડી તો તમે બધાએ ખાધી જ હશે પરંતુ આજે બનાવી લો બાજરા ની સ્વાદિષ્ટ ખીચડી


બાજરા ની ખીચડી ઠંડી માં સૌથી વધુ પસંદ  કરવા માં આવતી ડીસ છે. તેને રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશ માં ખાસ કરી ને બનાવવા માં આવે છે. બાજરો બજાર માં ઘણી જ આસાની થી મળી જાય છે તમે પણ જાણો બાજરા ની ખીચડી બનાવવા ની સરળ રેસિપી.

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. ઠંડી સામે લડવા માટે આપણા સૌના ઘરમાં વસાણાઓ બનવા લાગ્યા છે. તો સાથે સાથે શૂપ અવનવા શિયાળુ શાકભાજી આવતા જ સ્વાદ પ્રિય લોકો જમવાનુ આરોગી રહ્યા છે. આ તમામ વચ્ચે જ આજે આપના માટે ખાસ લઈને આવ્યા છીએ શિયાળાની ઠંડી ભગાડી દે અને નાનાથી લઇને મોટાઓ ખાઈ શકે તેવી ગરમા ગરમ બાજરાની ખીચડી.

 • રેસિપી : ઇન્ડિયન
 • કેટલા લોકો માટે : 2 થી 4
 • સમય : 30 મિનિટ થી 1 કલાક
 • કેલેરી : 170
 • મિલ ટાઈપ : વેજ


તીખી તમતમતી ખીચડી બનાવવા જોશે સામગ્રી

 • આખો બાજરો એક કપ,
 • મગની દાળ અડધો કપ,
 • જીણા સમારેલ ટમેટા.
 • ડૂંગળી બારીક સમારેલી,
 • લીલું લસણ એક કપ,
 • આદુ-મરચાની પેસ્ટ એક ચમચી,
 • મીઠો લીમડો,
 • બટેટા, ગાજર કેપ્શીકમ એક કપ,
 • લીલા વટાણા એક કપ,
 • લીલી તુવેર એક કપ,
 • કાશ્મીરી મરચુ એક ચમચી,
 • તમાલ પત્ર, સુકુ લાલ મરચુ વઘાર માટે


તીખી તમતમતી ખીચડી બનાવવાની પદ્ધતિ


 • સૌ પ્રથમ બાજરીને ગરમ પાણીમાં પલાળી દો, 
 • તમામ શાકને સમારીને રેડી કરી દો. 
 • હવે કુકરમાં એક ચમચી તેલ એક ચમચી ઘી મુકી વધાર મુકો, સૌ પ્રથમ આદુ-મરચાની પેસ્ટ નાંખો, તમાલ પત્ર, સુકુ લાલ મરચુ નાંખો, લીલુ લસણ અને ડૂંગળી સાંતળો. 
 • થોડી વાર પછી બીજા શાક નાંખો. પછી બાજરી અને દાળ નાંખીને કુકરમાં ત્રણ વ્હીસલ થાય ત્યાં સુધી પકાવો. આ ખીચડીને તમે ગરમાગરમ ખાશો તો ખુબ જ મજા આવશે. 
 • જો તમારે વધારે સ્વાદ જોય તો તમે કઢી બનાવો.

Post a comment

0 Comments