Ticker

6/recent/ticker-posts

લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે આ પિતા નો સંઘર્ષ, દીકરા ને IAS બનાવવા માટે દિવસ-રાત ચલાવી રીક્ષા


દરેક પિતાનું સપનું હોય છે કે ભણ્યા પછી તેનો પુત્ર મોટો માણસ બને. દરેક પિતા પોતાના પુત્રને સફળ બનાવવા માટે સખત મહેનત કરે છે. ન તો તે પોતાની જરૂરિયાતોની કાળજી રાખે છે કે ન તો પોતાને કોઈ આરામની ઇચ્છા રાખે છે. બસ એકજ જૂનુન હોય છે કે તેમનો દીકરો એક સફળ વ્યક્તિ બને. ફાધર્સ ડે સ્પેશીલ સ્ટોરીમાં, આજે અમે તમને એક એવા પિતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સંઘર્ષ એક ઉદાહરણ બની ગયું છે. યુપીના વારાણસીમાં રિક્ષા ચલાવતા નારાયણ જયસ્વાલે લાંબા સંઘર્ષ બાદ પુત્રને આઈ.એ.એસ. બનાવ્યો. નારાયણ જાયસવાલ એ રાત-દિવસ સખત મહેનત કરી હતી અને અંતે પુત્રને તે મુકામ સુધી પહોંચાડ્યો જ્યાંથી તે શરૂઆતથી જ સ્વપ્ન જોતો હતો.

નારાયણ જાયસવાલ થોડા વર્ષો પહેલા વારાણસીના અલઇપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેમને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. નારાયણ પાસે 35 રિક્ષાઓ હતી, જેને તે ભાડે ચલાવડાવતાં હતા. પરંતુ પત્ની ઈંડુ ને બ્રાઇન હેમરેજ હોવાનું નિદાન થયા બાદ, તેની સારવાર માટે 20 થી વધુ રિક્ષા વેચવી પડી.


પરંતુ સારવાર દરમિયાન થોડા દિવસો પછી પત્નીનું મોત નીપજ્યું હતું. ત્યારે નારાયણનો પુત્ર ગોવિંદ 7 મા ક્લાસમાં હતો. ગરીબી એવી હતી કે તેના પરિવારે બંને સમયે સૂકી રોટલી ખાઈને રાત વિતાવવી પડી.


મીડિયા સાથેની વાતચીતમાં તે દિવસોને યાદ કરતાં નારાયણે કહ્યું હતું કે હું પોતે ગોવિંદને રિક્ષામાં બેસાડીને સ્કૂલે જતો હતો. અમને જોઈને, સ્કૂલનાં બાળકો મારા પુત્રને હાંસી ઉડાવતા, અહીં રીક્ષાવાળાનો દીકરો આવ્યો. જ્યારે મેં લોકોને કહ્યું કે હું મારા દીકરાને આઈ.એ.એસ. બનાવીશ, તો બધા જ અમારી મજાક ઉડાવતા.નારાયણ આગળ જણાવે છે કે દીકરીઓના લગ્નમાં બાકીની રીક્ષાઓ પણ વેચી દેવામાં આવી હતી. પાછળથી તે ઘર ચલાવવા માટે એક જ રિક્ષા બાકી હતી. પૈસાના અભાવે ગોવિંદ સેકન્ડ હેન્ડ બુકમાંથી વાંચતો હતો.


વારાણસીથી ભણેલા નારાયણના પુત્ર ગોવિંદે હરીશચંદ્ર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. 2006 માં, ગોવિંદ સિવિલ સર્વિસની તૈયારી માટે દિલ્હી ગયા. ત્યાં તેણે પાર્ટ-ટાઇમ જોબ કરીને તેમની ટ્યુશનનો ખર્ચ કાઢ્યો. પિતા નારાયણ ઘરના ખર્ચ રોકીને પુત્રને ભણતર માટે પૈસા મોકલતા હતા.


રિક્ષા ચલાવતા દરમિયાન ગોવિંદના પિતાને પગમાં ઈજા થઈ હતી. દવાઓ યોગ્ય રીતે ન લેવાને કારણે ઘા મોટો થયો અને ટીટનેસ થઇ ગયું. પરંતુ તેણે દીકરાને કશું કહ્યું નહીં. તે દવાના પૈસા ગોવિંદને અભ્યાસ માટે મોકલતા હતા. તેનું સ્વપ્ન હતું કે એક દિવસ એક વરિષ્ઠ અધિકારી તરીકે પોતાનું નામ રોશન કરે.


ગોવિંદાની મોટી બહેન મમતાના જણાવ્યા અનુસાર, "ભાઈ નાનપણથી જ તેજ હતો. માતાના મૃત્યુ પછી પણ તેણે અભ્યાસ છોડ્યો નહોતો. તે દિલ્હી ગયા પછી પિતા ભણતરનો ખર્ચ મોટી મુશ્કેલીથી મોકલી શક્યા. ઘરની હાલત જોઈને ભાઈએ ચા અને એક ટાઇમનું ટિફિન પણ બંધ કરી દીધું.


આ વૃદ્ધ પિતાની સખત મહેનત આખરે રંગ લાવી અને તેના પુત્ર ગોવિંદે પ્રથમ પ્રયાસમાં સિવિલ સર્વિસ ક્રેક કરી અને 48 મોં રેન્ક મળેવી આઈ.એ.એસ. બન્યા પછી, ગોવિંદને જોવાનું પસંદ ન કરતા મોટા લોકોએ તેમના ઘરે આવવાનું શરૂ કર્યું.

Post a comment

0 Comments