ગાજર ખાવાનું કરો છો પસંદ? તો આજેજ વાંચો આ આર્ટિકલ


ગાજરનો રસ શરીરની તાકાત વધારવામાં  મદદરૂપ થાય છે. ગાજર હૃદય ની ધમનીઓને ઠીક રાખે છે.  તેવી બીમારીઓ જેમાં ગળિયું લેવાની મનાઈ હોય છે જેવું કે ડાયાબિટીસને છોડીને બાકીના આ પ્રત્યેક રોગમાં ગાજરનો ઉપયોગ કરી શકાય છે. ફળ તેમજ શાકભાજીમાં મળી રહેતા મિનરલ્સ વિટામિન્સ તથા ખનિજ જેને કુદરતી રૂપમાં ખાવાથી શરીરમાં આસાનીથી મળી રહે છે. ઉકાળીને છેલ્લી ને તેમજ તેલમા તળી ને તેમાં રહેલા ગુણ નષ્ટ થઈ જાય છે એટલા માટે જ પ્રયત્ન કરો કે ફળ તેમજ શાકભાજી ને કાચા જ ખાવા જોઈએ. આપણા શરીરની સફાઈ શરીરમાં નીકળતા પરસેવો,મળ તેમજ કફ થી થાય છે.

શરીરમાં ખનીજ ના પહોંચવાથી શરીરની સફાઈ થતી નથી. શાકભાજી જેવી કે ગાજર, ટમેટા, લીંબુ થી પ્રાપ્ત થતાં જ રોગ નિવારક અને શારીરિક સુંદરતા વધારવા માટે થાય છે ગાજર માં રહેલા ગુણ તેમજ સફરજન માં રહેલા ગુણો બંને મળતા છે.

લગાતાર ઉંમર વધવાના કારણે શરીર કમજોર થઈ જાય છે. આ કમજોરી ની પૂર્તિ ગાજરથી થાય છે જેના કારણે રોગ આપોઆપ દૂર થઈ જાય છે. ગાજરના જ્યૂસથી લોહીમાં વધારો થાય છે.

ગાજરનો રસ પીવાથી પાચનતંત્ર મજબૂત થાય છે.  ગાજરના વચ્ચેના ભાગમાં એક એવી લાકડી જેવું હોય છે જેમાં બીટા-કેરોટિન નામનું ઔષધીય તત્વ મળી રહે છે તે કેન્સરને નિયંત્રણ રાખવામાં ઉપયોગી છે.


કાચું ગાજર ચાવીને ખાવાથી સૌથી વધુ લાભ થાય છે. ગાજર ના પાંદડા માં ગાજર કરતા છ ગણું  વધુ આયરન હોય છે.જો કોઇ પણ લાંબી બીમારીથી એ બહાર નીકળેલું છે તો તેમના શરીરમાં ઘણા પ્રકારના વિટામિનની ઉણપ હોય છે તેમની ક્ષતિ પૂરી કરવા માટે ગાજરનો જ્યુસ ખૂબ જ પ્રભાવશાળી હોય છે.

ઘણા રંગના ગાજર હોય છે બધા જ પ્રકારના ગાજર ના ગુણ સમાન હોય છે. કાળા ગાજરમાં આયર્ન વધુ માત્રામાં હોય છે. પતલું અને નાનું ગાજર સ્વાદિષ્ટ પૌષ્ટિક અને ગુણોમાં પણ ભરપૂર હોય છે.

ગાજર અને પાલકનો રસ, પીસેલું જીરું, મરી મેળવીને પીવાથી તેમની ગુણવત્તામાં વધારો થાય છે.

ઠંડીના ઋતુમાં ગાજરનું સેવન શરીરને ગરમ રાખે છે અને ઠંડીથી બચાવે પણ છે.

ગાજર તેમજ દૂધમાં આસમાન ગુણ હોય છે ગાજરનો રસ દૂધ ના રસ કરતાં પણ ઉત્તમ હોય છે. દૂધ ના મળવાના સમયે ગાજરનું સેવન કરવું તે વધુ ઉત્તમ હોય છે.

ગાજર તેમજ આમળાના રસમાં મરી પાવડર ભેળવીને રોજે પીવો જોઈએ તેનાથી પેશાબમાં થતી બળતરા અને બીજી અન્ય બિમારીઓમાંથી રાહત મળે છે.

ગાજર ડુંગળી તેમજ લીલા ધાણા નો સલાડ રોજે ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. આ સલાડમાં ફોસ્ફરસ અધિક માત્રામાં મળે છે જે વાળ માટે ફાયદાકારક હોય છે.

Post a comment

0 Comments