કોઈપણ શુભ અથવા ધાર્મિક કાર્યની શરૂઆતમાં જળથી ભરેલું એક કળશ સ્થાપિત કરવામાં આવે છે. આજે આ પોસ્ટ ના માધ્યમ થી તમને તેની સાથે જોડાયેલી વાતો જાણીશું. આ પરંપરા સાથે જોડાયેલી વિશેષ બાબતો શું છે.
ધાર્મિક કાર્યક્રમો માં કળશ સ્થાપના એટલા માટે કરવામાં આવે છે કેમ કે પૌરાણિક માન્યતા ના અનુસાર કળશ માં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તથા શક્તિઓ નો નિવાસ માનવામાં આવે છે.
એજ કારણ છે કે કળશ ને હિન્દૂ ધર્મ માં પવિત્ર તથા મંગલ નું પ્રતીક માનવામાં આવ્યું છે. જયારે કોઈ પણ પૂજન માં કળશ સ્થાપિત કરવામાં આવે છે તો એ માનવામાં આવે છે કે કળશ રૂપ માં ત્રિદેવ તથા માતૃશક્તિ વિરાજમાન છે.
શુભ કર્યો જેવા ગૃહ પ્રવેશ, ગૃહ નિર્માણ, વિવાહ પૂજા, અનુષ્ઠાન વગેરે માં કળશ ની સ્થાપના એટલા માટે કરવામાં આવે છે.
કળશ ને લાલ વસ્ત્ર, નારિયેળ, કેરી ના પાંદડા, કુશા વગેરે થી અલકૃત કરવાનું વિધાન પણ છે.
0 Comments