હોટલ સ્પેશિયલ રવા ઈડલી બનવાનું સિક્રેટ આ રીતે બનાવો


રવા એટલે કે સુજી ની ઈડલી ખુબજ જલ્દી બને છે અને ખાવામાં પણ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. બ્રેકફાસ્ટ અથવા તો સ્નેક્સ માટે આ એક હેલ્દી ઓપશન થઇ શકે છે.
 • રેસિપી : ઇન્ડિયન
 • કેટલા લોકો માટે : 2-4
 • સમય : 5 થી 15 મિનિટ
જરૂરી સામગ્રી
 • 2 કપ રવો/સુજી
 • 1 કપ દહીં
 • 1 ચમચી રાઈ
 • 1/2 કટોરી ચણા ની દાળ
 • 1 ચમચી નમક
 • 10-12 કરી પત્તા
 • 1 ચમચી મીઠો સોડા
 • 1 ચમચી ખાંડ
 • 1 ચમચી તેલ
 • ઈડલી મેકર/કુકર
રીત
 • રવા માં નમક, દહીં અને પાણી મેળવીને ઘાટું ઘોળ તૈયાર કરી લો.
 • ઘોળ માં એક કલાક માટે ઢાંકી ને રાખી લો.
 • પૈન માં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, ચણા ની દાળ અને કરી પત્તા નાખીને તડકો લગાવો. પછી તેમાં ખાંડ અને મીઠો સોડા નાખો.
 • ત્યારબાદ તે મિશ્રણ ને ઈડલી વાળા ઘોળ માં નાખી દો અને સારી રીતે મિક્ષ કરો.
 • હવે ઈડલી મેકર ને લઈને લઈને તેમાં તેલ લગાવીને ઘોળ નાખો.
 • ઈડલી વાળા કુકર માં બે ગ્લાસ પાણી નાખીને તેમાં ઈડલી નો સાંચો રાખીને પકાવો. ધ્યાન રાખો કે કુકર ની સીટી કાઢી નાખો.
 • નક્કી કરેલા સમય પછી કુકર ના ઢાંકણ ખોલીને ઈડલી સાંચો કાઢી લો.
 • તૈયાર છે રવા ઈડલી. તેને નારિયેળ ચટણી અને સાંભર ની સાથે ગરમાગરમ સર્વ કરો.
ધ્યાન રાખો :
 • કુકર થી ઈડલી નો સાંચો કાઢતા સમયે ઉતાવળ ના કરો અને તમારા હાથો નું ધ્યાન રાખો. નહીંતર ભાપ થી હાથ દાજી શકે છે.
 • તમે ઇચ્ચો તો ઈડલી માં ગાજર, વટાણા પણ નાખી શકો છો.

Post a comment

0 Comments