કંગના રનૌત એ શેયર કરી આલિયા, સોનમ અને સોનાક્ષી ની જૂની તસ્વીરો, સાથે લખ્યું 'પાપા હૈ ના'સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન બાદ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત એ 'મૂવી માફિયા' સામે યુદ્ધ છેડ્યું છે. 'પાપા હૈ ના' હેશટેગ ત્યારથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. આના માધ્યમથી ચાહકો નેપોટિઝમ પર કમેન્ટ કરી રહ્યા છે. દરમિયાન, આ હેશટેગનો ઉપયોગ કરીને, યુઝરે આલિયા ભટ્ટ, સોનમ કપૂર, સોનાક્ષી સિંહા અને સારા અલી ખાનની જૂની તસવીરો શેર કરી છે. આ તસવીરો જોઈને કંગના રનૌત એ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પરથી તેને રીટ્વીટ કરીને એક કમેન્ટ લખી.


કંગનાએ લખ્યું - કેટલાક લોકો કહી રહ્યા છે કે આ બોડી શેમિંગ છે. ના તે નથી. આ રિયાલિટી ચેક મૂવી માફિયાઓ માટે છે. રેકોર્ડ પર નોંધાયેલા કરણ જોહર જેવા લોકો કહે છે કે જો આઉટસાઇડર્સ સ્ટારકીડ્સ જેટલા સારા દેખાતા નથી, તો તે તેમની ભૂલ નથી. લોકોને બ્રેઈનવોશથી જાગવાની જરૂર છે. તસવીરમાં આલિયા ભટ્ટ, સોનમ કપૂર, સોનાક્ષી સિંહા અને સારા અલી ખાન જોઇ શકાય છે. આ તસવીરો ત્યારની છે જ્યારે આ સ્ટાર કિડ્સ ટીનેજર હતા અને ગ્લેમરસ હતા નહિ. ફિલ્મોમાં આવ્યા પછી આ લોકોનો દેખાવ ઘણો બદલાયો છે. કંગનાએ તેના મેકઓવર તંજ કસ્યો છે.તમને જણાવી દઈએ કે કંગનાએ સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાને મર્ડર ગણાવ્યું હતું. વીડિયોમાં કંગનાએ કહ્યું છે કે, 'સુશાંત સિંહ રાજપૂતની હત્યા બાદ ઘણી બધી બાબતો બહાર આવી છે. મેં કેટલાક ઇન્ટરવ્યુ વાંચ્યા છે અને કેટલાક લોકો સાથે વાત કરી છે. તેના પિતાનું કહેવું છે કે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તણાવને લઈને ખૂબ ચિંતિત હતા.


કંગનાએ વીડિયોમાં લોકોને ઠપકો પણ આપ્યો અને કહ્યું, 'તમે ક્યારેય વિચાર્યું હશે કે આ નેપો કિડ્સ વિશે કેમ લખવામાં આવતું નથી. તેથી અન્યાયની આ જાળ તમારા બાળકોના ગળામાં અને તમારા ગળામાં એક દિવસ અટકી જશે. પછી તમને ખબર પડી જશે કે શું પસાર થાય છે. ' નોંધપાત્ર વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેના મુંબઇ સ્થિત ઘરે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. ત્યારે પણ કંગનાએ આવા પ્રશ્નો ઉભા કર્યા હતા.

Post a comment

0 Comments