કાર્તિક આર્યન એ શેયર કરી 12 વર્ષ જૂની તસ્વીર, અભિનેત્રી ને મળવા માટે કરી હતી આવી હરકત


અભિનેતા કાર્તિક આર્યન આ દિવસોમાં ઘરે સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તેની ઘણી વિડિઓઝ શેર કરીને ચાહકોનું મનોરંજન કરતા રહે છે. તાજેતરમાં કાર્તિકે તેના ઇન્સ્ટાગ્રામ પર થ્રોબેક ફોટો પોસ્ટ શેયર કર્યો છે. આ ફોટો 12 વર્ષ જૂનો છે.


કાર્તિકની આ થ્રોબેક તસવીરમાં તેની સાથે અભિનેત્રી સાગરિકા ઘાટગે છે, જે ફિલ્મ 'ચક દે ઈન્ડિયા' માં પ્રીતિ સબરવાલનો રોલ કર્યો છે. તસ્વીર ઘણી જૂની છે જયારે કાર્તિક ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દૂર હતા. તેનો લુક ખુબજ અલગ છે.


કાર્તિકે આ ફોટો સાથેની કેપ્શનમાં લખ્યું હતું, '2008 મુંબઈ મેરેથોન. મેં બેરીકેડ્સ કૂદી અને પ્રીતિ સબરવાલ સાથેની એક તસવીર ક્લિક કરી અને મેં તેને શાહરૂખ ખાનને મારી હાય કહેવાનું પણ કહ્યું.'


જણાવી દઈએ કે 'ચક દે ઈન્ડિયા' ફિલ્મમાં સાગરિકા ઘાટગેએ પ્રીતિ સબરવાલની ભૂમિકા નિભાવી હતી. તેનું આ પાત્ર એકદમ પ્રખ્યાત થઈ ગયું હતું. આ ફિલ્મમાં સાગરિકાને હોકી ખેલાડી તરીકે દર્શાવવામાં આવી હતી જ્યારે શાહરૂખ ખાન મહિલા હોકી ટીમના કોચ હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી.


કાર્તિક આર્યનની ફિલ્મ્સની વાત કરીએ તો તે આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી 'લવ આજ કાલ'માં જોવા મળ્યા હતા. ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત આ ફિલ્મની સાથે સારા અલી ખાન પણ હતી. કાર્તિકની આગામી ફિલ્મો છે 'ભૂલ ભુલાયૈયા 2' અને 'દોસ્તાના 2'.

Post a comment

0 Comments